નવાઝુદ્દીન સિદ્દીકીઃ 'દર્શકોને ડ્રામાં અને ઇમોશન્સ ગમે છે


વિવેચકોએ વખાણેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે  મને ડ્રાય કેરેકટર ભજવવા ઘણા ગમે છે કેમ કે તેના પર ઇમોશનનો ઝાઝો ભાર નથી હતો.ો આમ છતાં દર્શકો ભાગ્યે જ એવા પાત્રોને પસંદ કરે છે. નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા બે દાયકાથી આ  વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેમને ડ્રાય પાત્ર ભજવવા મળે એ તેમને ખૂબ ગમે છે. આશ્ચર્યજનક  રીતે તેના એવા પાત્રોએ ઝાઝી પ્રશંસા પણ નથી આપી.

'આવા પાત્રો મારા મનગમતા છે અને લોકોને એ વધુ ગમતા પણ નથી. આવું જ એક મારું મનગમતું પાત્ર છે, જે મેં ભજવ્યું હતું અન ેતે હતું ફોટોગ્રાફરનું (શેરીનો ફોટોગ્રાફટ રફી) મેં 'પતંગ' નામની ફિલ્મમાં એ પાત્ર ભજવ્યું હતું મને એ પાત્ર ઘણું ગમ્યુ હતું. (વેડિંગ બેન્ડ સિંગર ચક) કેમ  કે તેમાં વધુ એક્ટિંગ કરવાની પણ ઝાઝી જરૂર નથી. આવા રોલ્સ ભજવતી વખતે ઇન્ટેશન તો સામાન્ય માનવીએ દાખવવાનો જ હોય છે અને સાથે જ કોઇ સ્પેશિયલ ગુણવત્તા હોવાની પણ જરૂર નથી હોતી. અને આ ઉપરાંત તેમાં ડ્રામાં પણ ઓછો હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.

'પણ આવા પ્રકારના પાત્રો સામાન્ય રીતે દર્શકોને નથી પસંદ પડતાં, હું એમ નથી કહેતો કે દર્શકો  ખોટાં છે. આ તો માત્ર એવું છે કે મારી ગમતી અને ન ગમતી બાબત અલગ છે. દર્શકોને ડ્રામાં અને ઇમોશન્સની છાંટ હોય  એ વધુ ગમે છે. ફ્રેન્કલી સ્પીકિંગ, મને ડ્રાય કેરેકટર ખૂબ જ ગમે છે. અને ઘણી બધી ઇમોશન્સ સુદ્ધાં નથી હોતી. તેમાં શુષ્કપણું હોય છે.રિયલ લાઇફમાં જે રીતે લોકો હોય છે એ રીતે માર્ગના મધ્ય હિસ્સામાં લોકો તેના મન-મગજ જે રીતે કોઇ વિચાર સાથે લઇને ચાલતા ન હોય એ રીતે, પણ ફિલ્મોમાં-બે ઇમોશન્સ ઘણી કામ કરતી હોય છે એક છે આનંદ અને બીજું છે દુઃખ,' એમ કહે છે, નવાઝુદ્દીન સિદ્દીક્કી તેણે તાજેતરમાં જે 'ધ લંચ બોક્સ', 'કીક' અને 'બજરંગી ભાઇજાન' જેવી ફિલ્મો આપી હતી.

નવાઝુદ્દીનને તેની કેટલીક મનગમતી ભૂમિકામાં શિવસેના સુપ્રીમો સદ્ગત બાળાસાહેબ ઠાકરેની ભૂમિકા ઘણી ગમે છે, જે તેણે 'ઠાકરે'માં ભજવી હતી. 'મને ઠાકરેની ભૂમિકા ભજવવાનો ઘણો આનંદ આનંદ આવ્યો. એ માટે મેં ઘણીબધી તૈયારીઓ કરી હતી. મેં પહેલેથી જ નક્કી કર્યુ ંહતું કે એ માત્રની પૂરેપૂરી કોપી તો કરવી જ નહોતી. પણ એ સાથે જ હું ઠાકરે જેવો દેખાવા માગતો હતો. અને કલાકારો માટે એ જ્યારે તેમના હૃદયની અત્યંત નિકટનું સ્થાન મેળવે એ માટે અત્યંત સખત મહેનત કરે છે અને  ત્યારે જ એ તેના હૃદયની નિકટનું સ્થાન મેળવે છે,' એમ એ કહે છે.

જોકે ફિલ્મની ભૂમિકા માટે તેઓ કાયમ પ્રથમ  પસંદગી તો મેળવતા નથી હોતા. તેમની કારકિર્દી પ્રરંભમાં તેમણે નાના રોલ્સ ભજવ્યા છે અને એ પણ 'સરફરોસ' 'મુન્નાભાઇ એમબીબીએસ' આવી ફિલ્મોમાં કામ કરતા સંતાપ અનુભવ્યો છે ? એવા પ્રશ્નનો ઉત્તર આપતા નવાઝુદ્દીને જણાવ્યુ ંહતું કે મારી કારર્કિદીની શરૂઆતમાં કોઇ મને મહત્વની ભૂમિકા આપે ? મારો ચહેરો રૂપાળો નથી અથવા મારી કોઇ ઓર્ડિનરી  પર્સનાલિટી નથી અથવા તો સારો અવાજ નથી. હું હેન્ડસમ નથી મને ખબર હતી કે મારે તો મારી કારકીર્દીનો પ્રારંભ નાના-નાના રોલ્સ થકી જ કરવાનો છે. અને એવું કરવામાં મારે કોઇ વાંધો પણ નહોતો. હું મારી જાતને એ રીતે વ્યસ્ત રાખવામાં માગતો હતો. આથી હું એમેય એક્ટિંગ પાછળ તો  પાગલ હતો, પણ આભાર માનું એ બધા જ ફિલ્મસર્જકોને કે જેમણે મને કામ કરવાની તક આપી.'

અત્યારે નવાઝુદ્દીન લંડનમાં આગામી ફિલ્મ 'સંગીત'ના શુટિંગમાં વ્યસ્ત છે, 'હવે હું માત્ર કામમાં જ  વ્યસ્ત રહીશ. લોકડાઉનમાં ઘરે રહી ઘણો આરામ કર્યો. અત્યારે તો મારી પાસે ૨૦૨૦ સુધી ચાલે એટલું કામ છે. હું સતત એક વર્ષ અથવા દોઢ વર્ષ સુધી કામ કરી શકું એટલું કામ મારી પાસે છે એ પછી હું બ્રેક લેવાનો નિર્ણય કરી શકીશ,' એમ કહે છે નવાઝુદ્દીન જે અત્યારે 'બોલે ચુડિયા', 'જોગિરા સા રા રા' અને નો-લેન્ડ્સ મેન ફિલ્મોમાં આવી રહ્યો છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39P3Uag
Previous
Next Post »