- ભાઈએ પૈસાની ઉઘરાણી કરી ગાળો બોલતા ભેગા થઈને તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી : મૃતકની પત્નીની ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ
નડિયાદ, તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
કપડવંજ તાલુકાના દંતાલી ગામે ઉઘરાણીના પૈસા અંગે રંકતરંજીત ખેલ ખેલાયો છે.ફક્ત ૧૫૦ રૂપિયા જેવી ઉછીની આપેલ રકમ માટે પિતા ,સગાભાઇ અને ભાભીએ સાથે મળી મોટા ભાઇનુ કાસળ કાઢયુ છે.આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.આ બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદના આધારે કપડવંજ રૂરલ પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર દંતાલી તાબે આવેલ નવા રતનપુરામાં રહેતા તખતસિંહે ઘરવખરી લેવા માટે નાના ભાઈ ભરતભાઇ પાસેથી સોમાવારે રૂા.૧૫૦ ઉછીના લીધા હતા. જે પૈસા બે દિવસ બાદ પરત આપવાની વાત કરી હતી. જેથી ભરતભાઇ બુધવારની સવારે ઉછીના પૈસા પાછા લેવા માટે તખતસિંહ પાસે આવ્યા હતા.તે સમયે તખતસિંહે જણાવ્યુ હતુ કે સાંજના સમયે ગમે ત્યાથી પૈસા લાવી આપીશ. આ બાદ તખતસિંહ અને તેમના પત્ની જમનાબેન મોટર સાયકલ લઇને વઘાસ ગયા હતા. અને સાંજના પાંચ વાગ્યાની આસપાસ પરત ફર્યા હતા. આ સમયે ભરતભાઇએ તખતસિંહ પાસે આપેલ પૈસાની ઉઘરાણી કરી હતી. જેથી તખતસિંહે જણાવ્યુ હતુ કે આજે પૈસાની વ્યવસ્થા થઇ નથી, એક-બે દિવસમાં ઉછીના લીધેલ પૈસા પાછા આપી દઇશ તેમ જણાવ્યુ હતુ.
જેથી ભરતભાઇ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તખતસિંહે ગાળો બોલવાની ના પાડતા ભરતભાઇ ઘરમાંથી લોખંડની પાઇપનો હાથો લઇ આવી તખતસિંહેન માર મારવા લાગ્યા હતા. વળી ભરતભાઇનુ ઉપરાણુ લઇ તેમના પત્ની સવિતાબેન ગમે તેમ ગાળો બોલી હાથમાં ધારીયુ લઇને આવ્યા હતા. તખતસિંહના પિતા સબુરભાઇ હાથમાં કુહાડી લઇ આવ્યા હતા. ત્રણેય વ્યક્તિઓ તખતસિંહને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા ત્રણેય વ્યક્તિઓએ પાસે રહેલ હથિયારથી તખતસિંહ પર બેરહેમીપૂર્વંક મારમારી જીલવેણ હુમ લો કર્યો હતો. જેથી પત્ની જમનાબેન વચ્ચે છોડાવવા માટે પડી બુમાબુમ કરી હતી. જો કે આસપાસમાં કોઇ ન હોવાના કારણે કોઇ આવ્યુ ન હતુ.જેથી ત્રણેય વ્યક્તિઓએ જણાવ્યુ હતુ કે અહીથી જતી રહે નહીતર તારા પતિ જેવા હાલ કરીશુ તેવી ધમકી આપી હતી.
ગભરાયેલ પત્ની જમનાબેન બંને દિકરીઓ તથા ભત્રીજા જયદીપને લઇ કુંટુબી દિયર મેલાભાઇ રાઠોડના ઘરે જતા રહ્યા હતા. ત્યાં જઇ બનાવની વાત કરતા મેલાભાઇ, મહેશભાઇ, રાણાભાઇ, કેશાભાઇ, મનુભાઇ સહિતના લોકો બનાવ સ્થળે દોડી ગયા હતા. જ્યા તખતસિંહ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડયા હતા. જેથી તખતસિંહને તપાસતા તેઓ મરણ ગયા હોવાનું માલૂમ પડયું હતું. આ બાદ તખતસિંહના મૃત દેહને કપડવંજ સરકારી દવાખાનામાં પી.એમ માટે લઇ જવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે જમનાબેન તખતસિંહ રાઠોડે રહે,નવા રતનપુરા તાબે દંતાલીએ કપડવંજ રૂરલ પોલીસ મથકે દિયર ભરતભાઇ સબુરભાઇ રાઠોડ,દેરાણી સવિતાબેન ભરતભાઇ રાઠોડ અને સસરા સબુરભાઇ હમીરભાઇ રાઠોડ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mzw544
ConversionConversion EmoticonEmoticon