પિતા કપિલ શર્માની કૉપી કરતી જોવા મળી અનાયરા, વાયરલ તસવીરમાં એક્સપ્રેશને જીત્યું દિલ


- ફેમિલી અને બાળકો સાથે સમય વિતાવવા કપિલ બ્રેક પર ઉતર્યો

મુંબઈ, તા. 20 ફેબ્રુઆરી, 2021, શનિવાર

કોમેડી સ્ટાર કપિલ શર્મા તાજેતરમાં જ એક સુંદર દીકરાના પિતા બન્યા છે અને પત્ની, બાળકો સાથે સમય વિતાવવા બ્રેક પર ઉતરી ગયા છે. હાલ તેઓ પોતાનો સંપૂર્ણ સમય ફેમિલી અને બાળકોને જ આપી રહ્યા છે. આ કારણે જ કપિલે પોતાના 'ધ કપિલ શર્મા શો'માંથી પણ બ્રેક લઈ લીધો છે. ત્યારે કપિલે પોતાની દીકરી અનાયરા સાથેની એક ખૂબ જ સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

આ તસવીરમાં અનાયરા પાપા કપિલની કૉપી કરી રહી છે જે લોકોને ખૂબ જ આકર્ષી રહ્યું છે. તસવીરમાં કપિલ કેમેરા સામે જોઈને હાથ હલાવી રહ્યા છે તો અનાયરા પણ તેવું જ જેસ્ચર આપી રહી છે. આ તસવીરને 2 કલાકમાં એક લાખથી વધારે વ્યૂ મળી ચુક્યા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. 

ભારતી સિંહથી લઈને નેહા કક્કડ, નીતિ મોહન, પરમીત સેઠી, મુક્તિ મોહન અને કશ્મીરા શાહ સહિત અનેક ડઝન સેલિબ્રિટીએ બાપ-દીકરીની આ તસવીર પર પ્રેમ વરસાવ્યો છે. 

કપિલ શર્માએ 12 ડિસેમ્બર, 2018ના રોજ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા અને 10 ડિસેમ્બર, 2019ના રોજ અનાયરાનો જન્મ થયો હતો. તાજેતરમાં જ ગિન્ની અને કપિલ એક દીકરાના માતા-પિતા બન્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ugoecJ
Previous
Next Post »