(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
૧૮ વરસ પહેલા વિવેક ઓબેરોય કેન્સર પેશન્ટ એડ એસોસિએશન (સીપીએએ) સાથે હાથ મેળવ્યો હતો. ત્યારથી લઇને આજ સુધી વિવેક ગામડામાં રહેલા કિસાન પરિવારોમાંનું બાળક જે કેન્સરના સપાટામાં આવ્યું હોય તેને રૂપિયાઅઢી લાખની મદદ કરે છે. હવે અભિનેતાએ એજ્યુકેશન કેમ્પેઇન લોન્ચ કર્યું છે. જેના હેઠળ ૧૬ કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં ાવશે. આનો સૌથી વધુ ફાયદો ગામડામાં રહેતા કિસાન પરિવારોના બાળકોને આપવામાં આવશે.
વિવેકે સ્કોલરશિપ બાબતે જણાવ્યું હતું કે, ગામડાના દરેક બાળકો ઊચ્ચ શિક્ષણ પામવાના શમણાં જોતા હોય છે. તે ફક્ત પોતાના પરિવારને જ નહીં પૂરા ગામને આગળ વધારવામાં મહત્વનો ફાળો આપવાનું તેમનું શમણું હોય છે. તેથી પ્રતિભાશાળી બાળકને આગળ અભ્યાસ કરવો હશે અને તે ભણતરનો ખર્ચો ઉપાડવા અસમર્થ હશે તો અમે તેને ભણતર અને કોચિંગનો ખર્ચો આપશું.
મારી ટીમ અને હું આવા બાળકોને ખોળી કાઢીને તેમના શમણાં પૂરા કરવામાં મદદ કરશું. આ દિશામાં અમારું આપ્રથમ ડગલું છે. જેથી ગરીબ કિસાનનો બાળક ઇચ્છતી ડિગ્રી મેળવી શે તેમ વધુમાં વિવેકે જણાવ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k6vNy7
ConversionConversion EmoticonEmoticon