(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર
પીઢ અભિનેત્રી જયા બચ્ચન લાંબા સમયથી અભિનયથી દૂર રહ્યા છે. હવે જાણવા મળેલ મુજબ જયા બચ્ચન સાત વરસ પછી મોટા પડદે અભિનય કરતા જોવા મળશે.
રિપોર્ટસને સાચો માનીએ તો, જયા મરાઠી ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળવાના છે. આ ફિલ્મ મરાઠી દિગ્દર્શક ગજેન્દ્ર અહિરે દ્વારા દિગ્દર્શિત હશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦ દિવસના પુરુ કરવાની યોજના છે.
જયા બચ્ચને છેલ્લી વાર ૨૦૧૨માં રિતુપર્ણો ઘોષની સનગ્લાસ માટે શૂટિંગ કર્યું હતું. જેમાં તેમણે પ્રથમ વખત નસીરુદ્દીન સાઙ સાથે કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. પરંતુ હવે તેઓ પાછા અભિનય કરવાના છે. જયા પ્રથમ વખત મરાઠી ફિલ્મમાં કામ કરતા જોવા મળશે.
જયાએ અમિતાભ સાથે લગ્ન કર્યા પછી બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સિલસિલા, કભી ખુશી કભી ગમ, લાગા ચુનરી મેં દાગ અને કલ હો ન હો જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3beAVMp
ConversionConversion EmoticonEmoticon