મીંઢળ બાંધવા ઉત્સુક કલાકારોએ કરી મહામારીની ઐસીતૈસી


કોરોના-૧૯ મહામારીનો અંત નથી આવ્યો, પણ કોરોનાના કેસ જરૂર ઘટી રહ્યા છે, એ એક વિધેયાત્મક અસર છે. મહામારી નબળી પડી છે, એટલે આપણે બધા સાવ સબળા બની ગયા એમ તો નહીં જ કહેવાય. હજુ પર્યાપ્ત સલામતી આવશ્યક છે. આવા સંજોગોમાં ઘણાએ તેમના કામો બંધ કર્યા, અન્ય વિકલ્પો શોધ્યા છે. જો કે જેઓ લગ્ન કરવા ઇચ્છતા હતા, તેમના પર કેવી વિતી હસે. અરે, અત્યારે ભલે કમૂરતાં શરૂ થયા હોય, પણ જેો મહિનાઓથી હાથે મીંઢળ બાંધવા તલપાપડ હોય તેમનું શું થયું હશે ? અરે, બીજા બધાને છોડો બોલીવૂડના પરણવાઈચ્છુકોની સ્થિતિ શી થઈ હશે ? ન્યૂ નોર્મલમાં તેઓ કેવી રીતે લગ્નના બંધમાં બંધાયા. જો કે બોલીવૂડમાં એવા ઘણાંય ભડવીર નીકળ્યાં જેમણે લગ્ન તો જરૂર કર્યા, પછી ભલેને પરિસ્થિતિ ગમે તેવી હોય. મહામારી અને તેને કારણે સર્જાયેલા ન્યૂ નોર્મલમાં લગ્ન કર્યા. અરે, ઘણાએ તો લગ્ન પછી ઉજવાતી મોટી-મોટી ઉજવણી મુલતવી રાખી, કેટલાંકે કોર્ટ લગ્ન કર્યા તો કેટલાંક વેડિંગ ડૂલ વગાડી. અરે, લગ્નના સ્થળો પણ અત્યંત સલામત પસંદ કર્યાં. આશ્ચર્ય તો એ થાય છે કેવી રીતે તેમણે આવા સમયમાં લગ્ન સમારોહ યોજ્યા ? ચાલો જેમણે લગ્ન કર્યા છે એવા કેટલાંક જોડકાં સાથે જ વાત કરીએ કે તમે આ મહામારીમાં તમારું મહાન લક્ષ્ય કેવી રીતે ચરિતાર્થ કર્યું ? વાઈરસથી બચવા અને મહેમાનોને બચાવવા કેવા કેવા પગલાં લીધા.

આદિત્ય નારાયણ અને સ્વેતા અગ્રવાલ

અમે તો દાયકાથી રિલેશનશિપમાં હતા અને અમારો આનંદ ૨૦૨૨ સુધી મોકૂફ રાખવા નહોતા ઇચ્છા..

દશ વર્ષના પ્રેમાળ સંબંધો પછી ગાયક-એન્કર આદિત્ય નારાયણે અભિનેત્રી શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા અને એ પણ જુહૂમાં આવેલા ઇસ્કોન મંદિરમાં પહેલી ડિસેમ્બરે.

આદિત્ય કહે છે, 'શ્વેતા અને હું તો લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને અમે લગ્ન માટે વધુ લાંબો સમય રાહ જોવા નહોતા ઇચ્છતા. પ્રભુનો આભાર, જો ૨૦૨૧માં વધુ પ્રતિબંધો આવ્યા હોત તો. આથી લગ્નને અમે ૨૦૨૨ સુધી મોકૂફ રાખવાનું કોઈ જોખમ લેવા નહોતા ઇચ્છતા. આભાર માનો કે હવે તો કોરોનાના કેસો પણ ઘટવા લાગ્યા છે અને અમે પણ પરણી ગયા છીએ.'

આ કપલ વેડિંગ ફન્કશન્સ અંગે કોઈ પણ સમાધાન કરવા નહોતા ઇચ્છતા. આમ છતાં, તેમણે ૨૦૦ જણાંને આમંત્રણ આપી તેમને જુદાં જુદાં પ્રસંગોમાં વહેંચી નાખ્યા અને સ્થળ પર ૪૦-૫૦ જણાની સંખ્યા જાળવી રાખી. આદિત્ય જણાવે છે, 'અમારા કેટલાંક સંબંધીઓને છેલ્લાં થોડાંક મહિનામાં જ કોરોના થયો હતો આથી અમે આગોતરી સલામતી વ્યવસ્થા  જાળવી. અમે અમારા બધા મહેમાનોને જુદાં જુદાં સ્થળોએ રાખ્યા. આ સાથે જ ઓછા લોકો અને સોશિયલ ડિસ્ટન્સિંગ અમે હજુય ઘણાં પ્રસંગોનું આયોજન કરી રહ્યા છીએ અને અમારા લગ્નને એન્જોય કરી રહ્યા છીએ એવા લોકો સાથે જેઓ ખરેખર અમારા માટે ખાસ છે.'

પ્રાચી તેહલાન અને રોહિત સરોહા

'કોઈ પોતાનો આનંદ મુલતવી રાખી શકે નહીં, આથી અમે રાહ જોઈ અને મહિનામાં લગ્ન કર્યા'

'દિયા ઔર બાટી', 'હમ' અને 'ઇક્યાવન'ની અભિનેત્રી પ્રાચી તેહલાન અને બિઝનેશમેન રોહિત સરોહાના લગ્ન સાતમી ઓગસ્ટે દિલ્હીમાં થયા. આ કપલ લોકડાઉનમાં એકબીજાને મળ્યું હતું. અને એક મહિનામાં તો તેમણે લગ્ન પણ કરી લીધા. પ્રાચીએ કહ્યું, 'જ્યારે તમે કંઈક પ્લાન કરતાં હો ત્યારે તમારે તમારી ખુશી મોકૂફ ન રાખવી જોઈએ. અમે પણ હવે રાહ જોવા નહોતા માગતા.'

આ કપલે નવી દિલ્હીની રિસોર્ટમાં લગ્નનું આયોજન કર્યું, જ્યાં તમે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી શકો કેમ કે એ સ્થળ ખૂબ વિશાળ હતું. પ્રાચીન બધુ યાદ કરતાં કહે છે, 'અમે લોકોને ઘણા પ્રસંગોમાં વહેંચી નાખ્યા હતા. જો અમે કેટલાંકની સંગીત માટે બોલાવ્યા હતા તો અન્યોને લગ્નમાં બોલાવ્યા. અન્યોને મહેંદીમાં આવવા આમંત્રણ આપ્યા હતા. અમે એ પણ ચકાસણી કરી લીધી હતી કે કોઈકમાં કોરોનાના ચિહ્નો તો નથી ને. રિસોર્ટમાં પણ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હતી અને બધાને માસ્ક પણ આપવામાં આવી હતી અમે અમારા બજેટમાં લગ્નનું આયોજન કર્યું હતું અને બધાનો સારો સમય વિત્યો.'

મનીષ રાયસિંઘાણ અને સંગીતા ચૌહાણ

નવવધુના પોષાકથી માંડીને લગ્ન બધુ જ વર્ચ્યુઅલ..

'સસુરાલ સિમરન કા'ના અભિનેતા મનીષ રાયસિંઘાણે અભિનેત્રી સંગીતા ચૌહાણે ૩૦ જૂને મુંબઈના જુહૂમાં આવેલા ગુરુદ્વારામાં લગ્ન કર્યાં. 'જે મિનિટે મેં લગ્નની હા પાડી, તે ક્ષણથી જ મારા પરિવારજનોએ લગ્નની તૈયારી શરૂ કરી દીધી. તેમને હતું કે હું મારા વિચાર તો નહીં બદલી નાખું ને' એમ મનીષે જણાવ્યું હતું.

કોવિદ-૧૯ની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખી આ કપલે વર્ચ્યુઅલ વેડિંગની યોજના બનાવી હતી. 'અમે બધુ જ બધા માટે ઘરમાં જ ગોઠવ્યું હતું. કપડાંની ખરીદીથી માંડીને જ્વેલરી, મહેંદી અને સંગીત સુધી બધુ જ. 

કોઈએ ઘરની બહાર પગ મુક્યો જ નહોતો. બધુ જ વર્ચ્યુઅલ હતું. પછી તે વિધિ હોય કે પાર્ટીઓ. અમે જ્યારે લગ્ન માટે ગુરુદ્વારામાં પહોંચ્યા. સલામતીના કારણોસર અમે અમારા માતાપિતાને નહોતા બોલાવ્યા. 

અમે ત્રણ કેમેરાની વ્યવસ્થા કરી હતી જેમાં એક ગુરુદ્વારામાં રખાયો હતો, એક અમારા માતાપિતાને ત્યાં અને અન્ય મહત્ત્વના સ્થળ રખાયા હતા. દરેકે માસ્ક પહેર્યા હતા, જેમાં સંગીતા અને મારો પણ સમાવેશ થાય છે.'

સમાપન કરતાં મનીષ કહે છે, 'આ એક અપૂર્વ અનુભવ હતો કેમ કે વેડિંગમાં કોઈ હતું જ નહીં. છતાંય બધા હાજર હતા. કેટલાંક લોકો સાથે વર્ચ્યુઅલ ઉજવણી થતી હતી. અમારે હજુય પરંપરાગત લગ્ન કરાવવાના બાકી છે.' 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MQx7sd
Previous
Next Post »