પૈસો, પ્રતિષ્ઠા, પદ, પ્રચાર અને પ્રપંચ

- માનવ જીવનમાં લોકોને બનાવવાનું બંધ કરો અને આત્મિક સત્યમાં સ્થિર થઈને સત્યાચરણમાં સ્થિર થાવ એજ  સાચી સાધુતા છે, અને એજ સત્ય સ્વરૂપ જીવન છે, અને એ જ મોક્ષના દરવાજે પહોંચવાની શુધ્ધ વીધી છે


મા નવ જીવનમાં એક છે સાંસારિક સંબંધોનો સ્વેચ્છાએ અંતરના શુધ્ધ  વિચાર સાથેનો ત્યાગ. જેમાં કશું પણ મેળવવાનો ભાવ એટલે કે મોક્ષ પણ નહીં, તેવા અંતરના ભાવથી અને કોઇની પણ બનાવટ કરવાની વૃતિથી ટોટલી મુક્તિ, તેનું નામ સત્ય સ્વરૂપ સાધુતા છે.

માનવ જીવનમાં કશું પણ મેળવવું એ તો સંસારનો ભાવ છે, એટલે તેમાંથી ટોટલી મુક્ત અને કોઈને પણ બનાવાય જ નહીં તેવી વૃત્તિમાંથી મુક્ત થવુંં તેનું નામ જ સંસારી સત્ય સ્વરૂપ સાધુતા છે. આમ માનવ જીવનમાં બે પ્રકારની સાધુતા અસ્તિત્વ ધરાવે છે.

માનવ જીવનમાં આવી સ્થિતિ ઘરબાર છોડીને પણ થઈ શકે છે અને સંસારમાં રહીને પણ થઈ શકે છે.એ તો માણસે પોતે જ પસંદ કરવાનું હોય છે.

માનવ જીવનમાં લોકોને બનાવવાનું બંધ કરો અને આત્મિક સત્યમાં સ્થિર થઈને સત્યાચરણમાં સ્થિર થાવ એજ  સાચી સાધુતા છે, અને એજ સત્ય સ્વરૂપ જીવન છે, અને એ જ મોક્ષના દરવાજે પહોંચવાની શુધ્ધ વીધી છે.

ઘરબાર છોડીને સાધુતાનો અર્થ એ છે કે સાવ જ સંસારથી અલિપ્ત, અસંગ દશામાં સ્થિર થઈને પૂર્ણ રીતે સ્વસ્થતા અને પ્રસન્નતાપૂર્વક પરમાત્માને જીવન અર્પણ કરીને નિષ્કામ અંતરના ભાવ સાથે કોઈને  પણ બનાવ્યા વિના જીવવું એનું નામ સાધુ છે.

પણ, જ્યારે આવો સાધુ જ આ પાંચ ''પ"ની  પાછળ દોડવું  શરૂ કરે છે. એટલે કે  પૈસો, પ્રતિષ્ઠા, પદ, પ્રચાર અને પ્રપંચ. આ પાંચ "પ"ની સાથે નાતો જ્યારે સાધુનો બંધાય જાય છે ત્યારે તેની સાધુતા નથી, પણ લોકોને ધર્મના નામે બનાવવાનું શરૂ કર્યું છે એમ માનવું રહ્યું.

આ પાંચ ''પ"થી ટોટલી અંતરથી મુક્ત તે જ સાચો સાધુ છે. પછી તે સંસારમાં રહીને આ પાંચ ''પ"થી મુક્ત થઈને જીવતો હોય તે પણ સાચો સાધુ છે. તેમાં કાઇ જ ફેર પડતો નથી.

આમ સાધુતા એ અંતરનો ભાવ છે. બહારના દેખાવ કે વર્તન સાથે કોઈ જ સબંધ નથી. આંતરિક ભાવની શુધ્ધતા સાત્વિકતા અને પવિત્રતા અને કોઈને પણ બનાવવા નહીં અને પાંચ ''પ"થી મુક્ત એ જ સાચો સાધુ છે. સંસાર છોડવા સાથે કોઈજ સબંધ નથી, સંસાર છોડીને પણ જો આંતરીક શુધ્ધતા ન હોય તો તે સાધુ નથી એટલું સ્પષ્ટ જાણો.

સત્ય સ્વરૂપ સાધુ એ છે જેમણે આ પાંચ "પ"થી અંતરથી મુક્તિ મેળવી છે. જગતના કોઇપણ  માણસ સાથે,આત્મિય ભાવ સાથે  ભળવું નહીં કે મળવું નહિ. આમ ટોટલી આત્મીય ભાવથી મુક્ત થવું  અને જીવનમાં જલકમલવત્ થઈને રહેવું અને આવી રીતે સંસારના સર્વસંબંધોનો ધીરે ધીરે સંપૂર્ણ ત્યાગ કરીને અહંકાર, રાગદ્વેષ, વાસના, કામના, ઈચ્છા-તૃષ્ણા અને પાંચ ''પ'' વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરી પદાર્થની પકડથી મુક્ત થઈ તેનાથી ટોટલી પર થઈ જવું અને કોઈને પણ બનાવવા નહી એનું નામ સાધુતા છે. આ જેનામાં હયાત નથી તે સાધુ નથી એટલું સ્પષ્ટ  જાણો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3at2ulW
Previous
Next Post »