- શરીર કરતાં ઇન્દ્રિયો, ઇન્દ્રિયો કરતાં મન, મન કરતાં બુધ્ધિ અને બુધ્ધિ કરતાં આત્મા (ભીતરનો અરીસો) શ્રેષ્ઠ છે. બને તેટલું તેનું જતન કરવું. તેને ચકચકિત રાખવો. ડાઘ ન પડવા દેવો જરૂર કરતાં વધારાની આંધળી દોડ અટકાવી દેવી.
પિ યર ગયેલી પત્ની જ્યારે ઘેર પાછી આવી ત્યારે તેણે જોયું કે ઘરની હાલત બદતર થઇ ગઈ છે અને પતિદેવની હાલત તો જોવા જેવી ! રોજે-રોજ ક્લીનશેવ કરનાર પતિની દાઢી વધી ગઇ છે. 'તમે દાઢી કેમ નથી કરતા ?' જવાબમાં પતિએ કહ્યું - 'શું કરું અરીસો ખરાબ થઇ ગયો છે. મોં પણ બરાબર દેખાતુ નથી.' પત્નીએ જઇને જોયું. બારીમાંથી ઊડીને આવતી ઝીણી રજ અરીસા પર ચોંટી ગઈ હતી.
પત્નીની ગેરહાજરીના દિવસોમાં અરીસા પર ધૂળનો થર જામી ગયો હતો. પત્નીએ તરત ચોખ્ખો ટુકડો લઇ અરીસો સાફ કર્યો. થોડીવાર લાગી પણ અરીસો પહેલા જેવો ચકચકિત થઇ ગયો. બહારથી ઊડીને આવતી રજ ભલે આયનાને ઢાંકી દે, પ્રતિબિંબ ના પડવા દે, કે ગ્લાસને છુપાવી દે છતાં તે અરીસાને મિટાવી ના શકે.
દરેક જીવાત્માની અંદર આવો અખંડ અરીસો રહેલો છે. આપણા સારાં-નરસાં દરેક કર્મોનું પ્રતિબિંબ દેખાડી રહ્યો છે. શું આપણે આપણી આંખોને આવાં પ્રતિબિંબ જોવાની ટેવ પાડી છે ? શું ખુદનું કર્મ-દર્શન કરવાની હિંમત કેળવી છે ? આપણને આપણું સાચું કર્મ દર્શન ક્યારે થાય ? યોગવાસિષ્ઠ ૬/૧૧૮/૪માં લખેલું છે. ।। દ્રશ્યતે સ્વાત્મનૈવાત્મા સ્વયા સત્વસ્થયા ધિયા ।। એનું દર્શન તો આપણા આત્માને સ્વસ્થ (સ્વચ્છ) બનાવીને જ થઇ શકે.
ભીતર રહેલા આપના ઉપર સારા ખોટા વિચારોની જન્મજાત સંસ્કારોની માની લીધેલા અજ્ઞાાનની કે જન્મથી જ મળેલા ધર્મના કર્મકાંડી નિયમપાલનની ધૂળ ચોંટી ગઈ છે. જો કોઈ આપણને પૂછે કે તમે કોણ છો ? તો, તેના જવાબમાં આપણે નામ, ભણતર, પદ પ્રતિષ્ઠા કે ત્રાજવે તોલીને સાચવેલા સંબંધો ગર્વથી દંભપૂર્વક રજૂ કરીએ છીએ. પણ ખરેખર એ આપણી સાચી ઓળખાણ નથી. એ તો ભીતરના આયના પર બાઝેલા ધૂળના થર છે. જેનું આપણને જ્ઞાાાન પણ નથી. આપણા અજ્ઞાાાનનું પણ આપણને ભાન નથી.
ગ્રીસ દેશના ડેલ્ફી નગરમાં એપોલો દેવીની એક પૂજારણ હતી. તે જ્યારે ધ્યાન્સ્થ અવસ્થામાં બોલતી ત્યારે તેના શબ્દો સાચા પડતા. એક વખત સોક્રેટીસના ચિરિફન નામના શિષ્યએ તેમને પૂછયું - 'આપણા નગરમાં સોક્રેટીસ કરતાંય વધારે જ્ઞાાાની માણસ બીજો કોઈ છે ?' પૂજારણે તરત કહ્યું 'ના, નથી.' આ વાતની જાણ સોક્રેટીસને થઇ. તે વિચારમાં પડયો. પૂજારણ ધારે છે એટલું ડહાપણ તો મારામાં છે જ નહિ !! ઘણા મનોમંથન બાદ તેને મનનું સમાધાન મળ્યું. 'મારા અને બીજા લોકોમાં એટલો જ ભેદ છે કે તેઓ તેમના અજ્ઞાાનથી બેખબર છે જ્યારે મને મારી અજ્ઞાાનતાનું ભાન છે. અને હું કદી જ્ઞાાની હોવાનો દંભ નથી કરતો.' આ પ્રસંગ પછી સોક્રેટીસે કહ્યું હતું.
પોતાની જાતને જાણો દ્બર્હુ ંરઅ જીઙ્મક. આવુંજ લાઓત્સેનું કથન છે.To know one's ignorance is the best part of knowledge. પોતાના અજ્ઞાાનનું જ્ઞાાન થવું એ જ્ઞાાનનો સર્વશ્રેષ્ઠ અંશ છે. જાતને જાણવી એટલે ભીતરના અરીસા પર બાઝેલા અજ્ઞાાનની પરત રોજેરોજ સાફ કરવી. પ્રખ્યાત રોમન શહેનશાહ વેસ્પેશ્યન આવી ચીવટ રાખતો. તે દિવસમાં કયું કયું સત્કાર્ય કરતો તેની ડાયરીમાં નોંધ રાખતો. જે દિવસે સત્કાર્ય ન કર્યું હોય ત્યારે લખતો (Deim perdid)) એટલે કે મેં એક દિવસ ગુમાવ્યો.
અને છતાંય કેવું આશ્ચર્ય છે ! નામ, ધન, પદ, પ્રતિષ્ઠા, સંબંધો વિ. જેવા ચઢેલા થરવાળાઓની દુનિયામાં વધુ કિંમત અંકાય છે. આવી વ્યક્તિની ઇર્ષા થાય છે, હરિફાઈ થાય છે, બોડી ગાર્ડસ રાખવા પડે છે !! જીવનું જોખમ વધી જાય છતાંય વ્યક્તિ અરીસા પર બાઝેલી ધૂળને સોનાના રજકણ જેવી કિંમતી સમજે છે.
તો માણસે શું કરવું ? સત્ય વાત સમજી લેવી. શરીર કરતાં ઇન્દ્રિયો, ઇન્દ્રિયો કરતાં મન, મન કરતાં બુધ્ધિ અને બુધ્ધિ કરતાં આત્મા (ભીતરનો અરીસો) શ્રેષ્ઠ છે. બને તેટલું તેનું જતન કરવું. તેને ચકચકિત રાખવો. ડાઘ ન પડવા દેવો. જરૂર કરતાં વધારાની આંધળી દોડ અટકાવી દેવી. વલ્લાભાચાર્યે શિક્ષા શ્લોકમાં કહ્યું છે કે સ્વ-સ્વરૂપમાં લીન રહેવું. બંગડી, હાર કે વીંટીના આકારોનું મૂળ સ્વરૂપ જેમ સુવર્ણ છે તેમ ચેતનાનું સ્વરૂપ ઓળખી લેવું.
જાતવાન ઘોડો ચાબુકના મારથી નહિ, ચાબુકનો પડછાયો જોઇને જ ચેતી જાય છે.
- સુરેન્દ્ર શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MPV4jl
ConversionConversion EmoticonEmoticon