મા નવ જીવનમાં ભક્તિએ આત્મિક ભાવનાનું સત્ય સ્વરૂપ છે, અને આધ્યાત્મિક જીવન એ તો આત્મિક શ્રધ્ધા અને આત્મિક ભક્તિનું રૂપ ધારણ કરે છે, ત્યારે જ આત્મિક જ્ઞાાન ઉપલબ્ધ થાય છે, અને જ્ઞાાન એજ મુક્તિ છે.
આમ માણસની આત્મિક શ્રધ્ધામાં સદાચારનો, સદાચારમાં જ્ઞાાનનો, જ્ઞાાનમાં સંયમનો.. સંયમમાં આત્મિક દ્રઢતાનો, આત્મિક દ્રઢતામાં ભક્તિનો, ભક્તિમાં આત્મિક સત્યનો આત્મિક સત્યમાં ભાતૃ ભાવનો, અને ભાતૃ ભાવમાં જ્યારે આત્મિક પ્રેમનો નિરંતર ઉમેરો જ કરતાં રહેવું, તેનું નામ જ સત્ય સ્વરૂપ ભક્તિ છે. આવી ભાવ પૂર્ણ ભક્તિમાં શુધ્ધ પ્રેમનો ઉમેરો નિરંતર ભક્તે કરતાં રહેવું જોઈએ. એજ ભક્તિની સત્ય સ્વરૂપ આંતર સાધના છે.
આવી ભક્તની સત્ય સ્વરૂપ શ્રધ્ધા ખાલી મનનો તરંગ કે વિચારની પ્રવૃત્તિ પણ નથી, એ તો છે આત્મિક પૂર્ણ વિશ્વાસ છે, સાથે પૂર્ણ વફાદારી છે, પૂર્ણ શરણાગતિ છે. આવી અન્યોન્ય ભાવ સાથે ભક્તિ કરતો ભક્ત, સ્પષ્ટ કહે છે. હું પરમાત્માને મારુ સમગ્ર જીવન સોંપી દવ છું, આ છે ભક્તની અંતરની આત્મિક શ્રધ્ધા અને આ ભક્તના સમગ્ર જીવનનો વિષય છે. સમર્પણ અને શરણાગતિ,આમાં તર્કને કે લાગણી સ્થાન નથી, પણ અંતરનો આત્મિક ભાવ ભક્તનો છે, આમ સત્ય સ્વરૂપ શ્રધ્ધાથી પુણ્ય શાલી ભક્ત નુતન જીવન પામે છે. અને ભક્ત અને ભગવાન ભક્ત અને પરમાત્મા વચ્ચેનો અતૂટ સ્નેહ કાયમ રહે છે, એજ ભક્તિનો પાયો છે. અને ભક્ત અદ્વેતમાં સ્થિર થાય છે, ને ધન્ય બની જાય છે, એજ આત્મિક શરણાગત અને સમર્પિત યુક્ત ભક્તિની સિધ્ધી છે.
આવા ભક્તની માનવ સેવા કતૃત્વ રહિત થઈને કરતો હોય છે, અને તેમાં પૂર્ણ રૂપે નિષ્કામના હોય છે, આવો ભક્ત ફળની આશા અપેક્ષા તૃષ્ણા વગેરે રાખતો જ નથી, પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત હોય છે, અને આ રીતે ભક્તે કરેલી માનવ સેવા પરમાત્મા પણ સ્વીકારે છે,
આવો ભક્તે કરેલો માનવ ઉપરનો આત્મીય પ્રેમ પરમાત્માને પહોંચે છે, અને ભૂતકાળના ભક્તે કરેલો માનવ સામેનો અપરાધ પણ પરમાત્મા સામે નો જ અપરાધ ગણાય, આમ માનવ બંધુ માટેનું સાચા દિલથી કરેલું કામ એ જ પરમાત્માની ઉત્કૃષ્ટ પૂજા છે, અને આવી પૂજા જ ભક્તને પરમશાંતિ અર્પે છે, એ જ ભક્તની ધન્યતા બની રહે છે. આવી ભક્તની ભક્તિ જ ઉતકૃષ્ટ ભક્તિ છે, અને આવો ભક્ત સત્ય સ્વરૂપ પરમાત્માને સમર્પિત ભક્ત છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dlFeIz
ConversionConversion EmoticonEmoticon