બુધ્ધિનો સ્વભાવ છે, તે પોતાના દોષ જોઈ શકે જ નહીં


કૃ ષ્ણ  ભગવાનની ગીતાની  મુશ્કેલી એ છે, કે તેમણે  કોઈ એક વિચારનો સ્વીકાર કર્યો જ નથી, ઘડીક કર્મયોગને ઉત્તમ કહે છે, તો ઘડીકમાં ભક્તિને ઉત્તમ કહે છે, તો ઘડીકમાં જ્ઞાાનને  ઉત્તમ કહે છે, તો ઘડીકમાં યોગ ને ઉત્તમ કહે છે, કોઈ ચોક્કસ વિચાર લઈને ગીતા ચાલી નથી, જેથી કોઈપણ ગીતાને વાંચે કે વિચારે તો તેને ગીતા પોતાની જ લાગે છે,કારણકે તે માણસ જે વિચારથી જીવતો હોય છે, તે વિચાર તેને મળી રહે છે, એટલે લોકપ્રિય ઘણી થઈ, પણ તેનું સમગ્ર રીતે શુધ્ધ આચરણ શૂન્ય રહેવા પામ્યું છે, 

તેથી શંકરચાર્યને તેમાં જ્ઞાાન જ દેખાયું ને તેમણે જ્ઞાાનને જ ઉપસાવ્યુંકહ્યું કે જ્ઞાાન જેવી કોઈ પવિત્ર ચીજ નથી, ને જ્ઞાાનની પ્રાપ્તિ જ ગીતાનો હેતુ છે, અને જ્ઞાાન એજ મુક્તિ અને તેમણે કહ્યું કે જ્ઞાાન જેવી જગતમાં કોઈ પવિત્ર ચીજ નથી, અને જ્ઞાાન જ મુક્તિ દાતા છે, 

મહાન  વિચારક એવા બાલ ગંગાધર તીલકને તેમાં નિષ્કામ કર્મ જ દેખાયો, ને નિષ્કામ કર્મ ફળની આશા છોડી કર્તૃત્વ રહિત  થઈને કર્મ કરનારને જ મોક્ષ પ્રાપ્ત થાય છે, અને સમત્વ યોગમાં સ્થિર થવાનું એમ ગીતાનું કહેવું છે, એમ ગીતાએ કહ્યું છે, આથી તેમણે નિષ્કામ કર્મયોગને ઉપસાવ્યો અને સાબિત કર્યું કે કર્મ દ્વારા મોક્ષ મળે છે, તો રામાનુજાચાર્યને ગીતામાં ભક્તિ જોઈ અને તેમણે ભક્તિને ઉપસાવી અને પ્રપતિ જ હેતુ છે, એમ કહી ને ભક્તિ ઉપસાવી છે,અને ભક્તિ જ ગીતાનો હેતુ છે, એમ  કહ્યું એજ રીતે મધુ સુદનસરસ્વતીએપણ એમજ કહ્યું છે. 

જ્ઞાાનેશ્વરેમહારાજે તેમાં યોગ જોયો તો તેમણે યોગને વિકસાવ્યો અને યોગ દ્વારા જ સિધ્ધી પ્રાપ્ત થઈ શકે છે, અને યોગ જ તેનો મુખ્ય હેતુ છે, તેમ કહ્યું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3txhQh1
Previous
Next Post »