- ઉત્તરાખંડની જેમ સ્વિણટ્ઝરલેન્ડશ પણ પર્વતોમાં વસેલું છે. ભૂસ્ખનલન અને પૂર જોડે તેનો પનારો હોવા છતાં જાનહાનિનો દર નજીવો કેમ છે?
- આલ્પ્સટ પર્વતોની ગોદમાં વસેલા સ્વિટ્ઝરલેન્ડેના ઇન્ટરલેકન જેવાં શહેરો તો સરોવરને અડીને ઊભાં છે. ભૂસ્ખગલનને કારણે ઊઠી શકતી ભરતીથી તેમને જાનનો ખતરો છે, પરંતુ પૂર્વ ચેતવણી પ્રણાલીએ ખતરાને ખાસ્સીસ હદે હળવો કરી દીધો છે.
ફેબ્રુઆરી ૭, ૨૦૨૧ની સવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનમાં શું બન્યું હતું એ હવે જાણીતી વાત છે. અલબત્ત, એ ગોઝારી ઘટનાને દૃશ્યચરૂપી ચિતાર મેળવવો હોય તો ૨૦૧પમાં યુરોપી દેશ નોર્વેમાં ઊતરેલી અને મૂળ નોર્વેજિયન ભાષાની ‘ધ વેવ’ નામની ફિલ્મય જોવા જેવી છે. વીસમી સદીના મધ્યાહ્ને નોર્વેમાં એક તોતિંગ કરાડ બટકીને તૂટી પડવાના પગલે સરોવરમાં ઊઠેલાં ૧૦૦ ફીટ ઊંચા સુનામી મોજાંએ વ્યા પક તારાજી સર્જી હતી. ‘ધ વેવ’ એ સત્ય ઘટનાનું નાટ્ય રૂપાંતર દર્શાવતી સાધારણ કક્ષાની ફિલ્મર છે. ઉચાટ અને ઉત્તજેનાભર્યા એકધારા મનોરંજનની અપેક્ષા દોઢેક કલાક પૂરતી ભૂલી જઈ ભૂસ્ખાલન અને ઘોડાપૂર વિશે થોડુંક જ્ઞાન મેળવવાનો તકાદો કંેદ્રસ્થાાને રાખી ‘ધ વેવ’ જુઓ તો ઉત્તરાખંડમાં ૭મી ફેબ્રુઆરીએ ખરેખર શું બનેલું તે પામી શકાય.
ફિલ્મશનો ભૂસ્તરરશાસ્ત્રીા નાયક નોર્વેના ડિઝાસ્ટતર મેનેજમેન્ટી એટલે કે કુદરતી અાપદા પ્રબંધન વિભાગમાં કામ કરે છે. એક ઊંચી કરાડ તૂટી પડવાનું તે પોતાના અભ્યાખસુ જીવને કારણે અગાઉથી ભાખી ગયા પછી હેઠવાસના નગરને ખાલી કરાવવા માટે આગોતરો ભયસૂચક અલાર્મ વગાડવાની ભલામણ કરે છે. પરંતુ લોકોમાં નાહકનો ગભરાટ ફેલાવવા ન માગતો તેનો ઉપરી અધિકારી નનૈયો ભણી દે છે. સંભવિત સુનામી સામે early warning system/ પૂર્વ ચેતવણી પ્રણાલી હોવા છતાં તેનો ઉપયોગ કરાતો નથી. પરિણામે ન બનવાકાળ બનીને રહે છે.
આ તરફ ઉત્તરાખંડની વાત કરો તો ૭મી ફેબ્રુઆરીની સવારે રૈની ગામના વાતાવરણને કંપવતા કર્ણભેદી ધડાકા સાંભળીને મનીષ કુમાર નામના શખ્સન ઉતાવળા પગલે ઊંચી ટેકરી પર ચડ્યા. દૂર તેમણે ધૂળ-માટીના ગોટા આકાશ તરફ ઊઠતા દીઠા. ભૂસ્ખ લન થયાનું મનીષ તરત પામી ગયા એટલું જ નહિ, પણ હેઠવાસમાં ચાલી રહેલા ઇજનેરી પ્રોજેક્ટ્સમાં કાર્યરત શ્રમિકોના તેમજ ઇજનેરોના બૂરા હાલ થવાનું પણ તેમણે કળી લીધું. આ સૌને સલામત સ્થરળે ખસી જવા માટે તત્કાોળ જણાવવું પડે, પરંતુ એ માટે પૂર્વ ચેતવણી પ્રણાલીના નામે કશું જ નહોતું. વોર્નિંગ સિસ્ટોમ તો છોડો, ખતરાની ઘંટી વગાડતી એકાદ સાઇરનની પણ જોગવાઈ નહોતી. આખરે ન બનવાકાળ બનીને રહ્યું.
‘ધ વેવ’ની ફિલ્મીડ કથા અને ઉત્તરાખંડની ઘટના વચ્ચેપ યોગાનુયોગે અજીબ સંયોગ છે. એકના કેસમાં પૂર્વ ચેતવણી પ્રણાલીનો સમયસર ઉપયોગ કરાતો નથી, તો બીજા કેસમાં સમયસર ઉપયોગ અર્થે પૂર્વ ચેતવણી પ્રણાલી જ નથી. બન્ને કેસમાં રિઝલ્ટમ એકસરખું છે. તફાવત એટલો કે એક બનાવ ફિલ્મીણ છે ને બીજો વાસ્ત વિક.
■■■
આ લખાય છે ત્યામરે ઉત્તરાખંડ ખાતે તપોવનના બોગદામાં કાદવિયા ચાદર નીચે દટાયેલા શ્રમિકોના મૃતદેહોને શોધી શોધીને બહાર કાઢવાનું કાર્ય હજી ચાલુ છે. ટનલમાં સપડાયેલા હતભાગીઓને સમયસર ચેતવવામાં આવ્યા હોત તો આજે તેઓ જીવિત હોત. હિમાલયની નદીઓના અભ્યાયસુ તથા પર્યાવરણ કાર્યકર હિમાંશુ ઠક્કરને તો એ બાબતે લગીરે શંકા નથી. આ અભ્યાઅસુના કહેવા મુજબ રૈની ગામે ઋિયષગંગા નદી ગાંડીતૂર બન્યાાની જાણ થતાંવેંત તપોવન અને જોશીમઠ જેવાં પઠારી ગામો-નગરોને સૂચિત કરી દેવાની જરૂર હતી. આ પગલું વખતસર ભરીને તપોવનમાં થયેલી મોટી જાનહાનિ ટળી શકાઈ હોત.
ભારતના લગભગ પોણા બે કરોડ લોકોનો હિમાલયમાં વસવાટ છે. ભૂકંપ, ભૂસ્ખુલન, હિમપ્રપાત અને પૂર જેવી કુદરતી આપત્તિઓની અદૃશ્યો તલવાર તેમના માથે સતત લટકતી રહે છે. કુદરતી હોનારતોને ભલે ટાળી શકાતી ન હોય, પણ પૂર્વ ચેતવણી પ્રણાલીના તેમજ આપદા પ્રબંધનના નામે પહાડો પર ભૂસ્તતરીય ગતિવિધિ માપતાં ડોપલર રેડાર અને વીજાણું સેન્સંર્સ ગોઠવીને, હેઠવાસમાં રહીશોને સલામત સ્થતળે ચાલ્યા જવાની ચેતવણી દેતાં બુલંદ અલાર્મ વડે, ઝડપી પરિવહનની વ્યાવસ્થાર રચીને તથા તત્કામળ તબીબી સારવાર માટેનાં બૂથ ઊભાં કરીને જાનમાલની વ્યા પક નુકસાની થતી અટકાવી શકાય છે. આનું બેસ્ટા ઉદાહરણ યુરોપી દેશ સ્વિાટ્ઝરલેન્ડે પ્રસ્થાવપિત કર્યું છે. ઉત્તરાખંડના સંદર્ભે એ તપાસવા જેવું છે.
■■■
અનુભવથી મોટો શિક્ષક કોઈ નહિ, પણ એ શિક્ષક સામે ડાહ્યાડમરા વિદ્યાર્થી બની ભણો નહિ તો નકામું. ડહાપણની દાઢ એ સિવાય ફૂટે નહિ. આ બાબતે સ્વિયટ્ઝરલેન્ડનની ગણના શાણા વિદ્યાર્થી તરીકે કરવી પડે. ઓગસ્ટ , ૧૯૮૭માં એ દેશે અભૂતપૂર્વ કુદરતી આપત્તિ જોઈ. મુશળધાર વર્ષાના પગલે નદીઓમાં પૂર આવ્યાં. આલ્પ્સકના પહાડોમાં ઠેકઠેકાણે થયેલાં ભૂસ્ખિલનોએ નદી-સરોવરને ઓર તોફાની બનાવ્યાં એ વળી પડ્યા પર પાટું હતું. સ્વિાટ્ઝરલેન્ડ્ના લગભગ ૧,૦૦૦ ચોરસ કિલોમીટરના ભૌગોલિક પ્રદેશ પર પાણી, કાદવ, ઢેફાં અને ખડકો ફરી વળ્યાં. જાનમાલનું પુષ્કનળ નુકસાન થયું. સ્વિ.ટ્ઝરલેન્ડેના અર્થતંત્રને ૧ અબજ સ્વિજસ ફ્રાન્કનનો જબરજસ્તુ ફટકો વાગ્યો.
કુદરતની જોરદાર લપડાકે સ્વિ્ટ્ઝરલેન્ડદને સફાળું જગાડ્યું. હોનારતનાં કારણો અને નિવારણો તપાસવા માટે સ્વિપસ બુદ્ધિધન એકઠું થયું. સંખ્યાડબંધ મીટિંગોમાં અગણિત મસલતો બાદ આખરી નિષ્કેર્ષ એવો નીકળ્યો કે નદીના પાણીને વહી જવા માટે પૂરતો માર્ગ ન હોવાથી સ્થાળ પર જળ ફરી વળ્યાં હતાં. હોનારતના આગમન સામે લોકોને ચેતવતી કોઈ વ્યગવસ્થા ન હોવાથી મામલો ઓર બિચક્યો હતો. આજે આવો નિષ્કકર્ષ બહુ સામાન્ય જણાય, પરંતુ અહીં ૧૯૮૭ની વાત થઈ રહી છે. કુદરતી આપત્તિના ઊંડા અભ્યા્સની શાખાને હજી પૂરી પાંખો ફૂટી નહોતી. ઓગસ્ટ , ૧૯૮૭ના કટુ અનુભવે સ્વિહટ્ઝરલેન્ડીને િડઝાસ્ટહર મેનેજમેન્ટ્નો નવો એક્શન પ્લાન ઘડવાનો પાઠ શીખવ્યોટ.
સ્વિનસ ભૂસ્તશરશાસ્ત્રીદઓએ આખા દેશને રેડ, બ્લૂન અને યલો એમ ત્રણ zones/ ક્ષેત્રોમાં વહેંચી દીધો. આમાં લાલ ક્ષેત્ર એવું કે જ્યાં પૂર, હિમપ્રપાત અને ભૂસ્ખીલન જેવી કુદરતી ગતિવિધિ વારંવાર થતી હતી. સ્વિ સ સરકારે એ ક્ષેત્રમાં નદીના પટ પાસેનાં મકાનોને વધુ ઊંચાઈએ શિફ્ટ કરાવ્યાં. રેડ ઝોનમાં કોઈ નવું બાંધકામ કરવા સામે મનાઈહુકમ ફરમાવી દીધો. સંભવિત આફતગ્રસ્તો્ માટે સિમેન્ટ કોંક્રિટનાં મજબૂત shelters/ આશ્રયસ્થાોનો બનાવ્યાં અને થોડાં થોડાં અંતરે હેલિકોપ્ટ રના ટેકઓફ-લેન્ડિંાગ માટે હેલિપેડ પણ તૈયાર કરી નાખ્યાંા.
બ્લૂે ઝોન નામનું ક્ષેત્ર ઓછું જોખમકારક હતું, છતાં ત્યાંપ પણ કોઈ નવા બાંધકામ માટે પાબંદી લગાવી દેવામાં આવી. એકાદ જૂનું મકાન તોડીને તેના સ્થા ને નવું ચણતર કરી શકાય, પણ ખુલ્લીદ જમીન પર ‘કબજો’ જમાવવાનો નહિ! આ ક્ષેત્રમાં આવેલી મોટી હોસ્પિ ટલોને તેમજ ઘરડાંઘરોને વધુ સલામત એવા યલો ઝોનમાં ખસેડી દેવામાં આવ્યાં. ત્રણેય પૈકી પીળું ક્ષેત્ર સૌથી મોટું અને સૌથી સલામત હતું.
પૂર વખતે નદીઓમાં પાણી જલદી વહી જાય એ માટે સ્વિટ્ઝરલેન્ડે More room for rivers પોલિસી અપનાવી, જેના અન્વયે નદીઓના બેઉ કાંઠા નજીક કોઈ પણ જાતનું બાંધકામ કરવાનો સરકારી મનાઈહુકમ હતો. આટલી તકેદારી તો ખરી, પણ તે ઉપરાંત વધારાના નદીજળના ઝડપી વહન માટે સામસામા કાંઠે લાંબા dikes/ પાળા રચવામાં આવ્યા. નદીજળ તેમાં સડસડાટ વહી જાય અને દર થોડા અંતરે બનાવેલા પોલા બાકોરા વાટે ભૂગર્ભની ગટર લાઇનમાં ઊતરી જાય!
બીજું, ભૂસ્ખઅલન માટે લાક્ષણિક હોય તેવા પર્વતીય ઢોળાવોને સ્વિ સ ભૂસ્તદરશાસ્ત્રીટઓએ જોખમની તીવ્રતા મુજબ વર્ગીકૃત કર્યા. આવા પર્વતો પર ઠેર ઠેર મોશન સેન્સર્સ ફીટ કરી દેવાયાં. પર્વત પર કુદરતી રીતે થનારી જરા સરખીય ભૂસ્તઠરીય મોશનને એટલે કે હિલચાલને આવાં સેન્સ્ર્સ તરત પામી લે અને તેને લગતો ડેટા કન્ટ્રો લ સેન્ટ રને પ્રસારિત કરી છે. પરિણામે કન્ટ્રોનલ મથકમાં બેઠેલો ઓપરેટર સમયસર ચેતી ભયનો અલાર્મ વગાડી દે.
આવી તો બીજી અનેક તકેદારીઓ સ્વિોટ્ઝરલેન્ડેી તેના ડિઝાસ્ટોર મેનેજમેન્ટપ પ્રોગ્રામમાં સામેલ કરી, જેનું પરિણામ એ આવ્યું કે ભવિષ્યભની કુદરતી હોનારતોમાં માલમત્તાને ભલે ખાસ્સું નુકસાન પહોંચ્યું , પણ જાનહાનિનો આંકડો નજીવો રહ્યો. જેમ કે, ૨૦૧૭માં આવેલા વિનાશક ભૂસ્ખનલન તેમજ પૂરમાં મૃતકોની સંખ્યાહ ૮ કરતાં વધુ નહોતી. આઠેય જણા વળી ટ્રેકિંગ પ્રવાસે નીકળેલા સાહસિકો હતા.
ભૂસ્ખધલનમાં ખડક-માટીના ઢગ નીચે તેઓ દટાઈ ગયા હતા.
■■■
આ સંદર્ભે એક વિચાર આવે કે સ્વિતટ્ઝરલેન્ડેચ અપનાવ્યું છે તેવું ડિઝાસ્ટ ર મેનેજમેન્ટટનું મોડલ આપણે ઉત્તરાખંડમાં શા માટે અખત્યાર કરી ન શકીએ? ભૌગોલિક વિસ્તારની રીતે જોતાં આપણા ઉત્તરાખંડ રાજ્યનું કદ સ્વિટ્ઝરલેન્ડથી જરાક જ મોટું છે. ભૂપૃષ્ઠના દૃષ્ટિકોણે જુઓ તો ૧ કરોડની આબાદી ધરાવતું ઉત્તરાખંડ હિમાલયના પહાડો વચ્ચે વસેલું છે, જ્યારે ૮૦ લાખની વસ્તીવાળું સ્વિટ્ઝરલેન્ડ હિમાચ્છાદિત આલ્પ્સ પર્વતમાળાની ગોદમાં વસ્યું છે. વધુ એક સામ્ય એ કે સ્વિટ્ઝરલેન્ડમાં દર ચોરસ કિલોમીટરે ૨૦૦ જણા વસે છે, તો ઉત્તરાખંડમાં તે આંકડો ૧૯૪ લોકોનો છે. ઉત્તરાખંડની માફક સ્વિટ્ઝરલેન્ડમાં પણ સંખ્યાબંધ નદીઓ, હિમસરિતાઓ, સરોવરો તેમજ જળાશયો છે. ભૂસ્ખનલન, હિમપ્રપાત અને પૂરનો સામનો કરવાનું ઉત્તરાખંડની જેમ એ દેશના પણ ટીલે લખાયું છે. આથી જ સ્વિ્સ સત્તાધીશોએ સમયસર જાગીને ડિઝાસ્ટ્ર મેનેજમેન્ટાનાં જરૂરી પગલાં ભર્યાં, જે આપણે હજી લીધાં નથી.
સ્વિટ્ઝરલેન્ડે અખત્યાજર કરી છે તેવી More room for rivers પોલિસી ઉત્તરાખંડમાં નથી. પરિણામે નદીઓ ગાંડીતૂર થાય ત્યારે સૌ પહેલાં કાંઠાવર્તી મકાનોનું તેમજ લોકોનું આવી બને છે.
બીજો દાખલોઃ પૂર વખતે હવાઈમાર્ગે તાત્કાલિક ધોરણે બચાવકાર્ય હાથ ધરી શકાય એ ખાતર સ્વિટ્ઝરલેન્ડે સમગ્ર દેશમાં બધું મળી ૭૮ હેલિપોર્ટ, ૧૧૦ હેલિપેડ તેમજ નાનાં-મોટાં ૬૪ એરપોર્ટ સ્થાપ્યાં છે. ઉત્તરાખંડની વાત કરો તો સમગ્ર રાજ્યમાં ગણીને બે મોટાં એરપોર્ટ અને ત્રણ હવાઈ પટ્ટીઓ છે. હેલિપેડ ૭ ખરાં, પણ તેમાંનાં ચાર (બદ્રીનાથ, હર્સિલ, સહસ્ત્રાધારા અને ખર્સાલિ) તો વાપરવા યોગ્યત છે જ નહિ! ડાઇરેક્ટર જનરલ ઓફ સીવિલ એવિએશને પોતે તેમને ઉડાન માટે જોખમી તથા ગેરલાયક ઠરાવ્યાત છે.
હેલિપેડની સંખ્યાત મર્યાદિત હોય ત્યાેરે સ્વા ભાવિક રીતે ઘટનાસ્થળેથી લોકોને એર-લિફ્ટ કરવા માટે વાયુ સેનાના હેલિકોપ્ટરોએ લાંબી ખેપ કરવી પડે. દરેક ખેપમાં સમયનો સારો એવો બગાડ થાય. કુદરતી હોનારતનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે જ્યારે અકેક મિનિટ કિંમતી હોય ત્યાુરે સમયની આવી બરબાદી તો કેમ પાલવે?
સ્વિટ્ઝરલેન્ડ સાથે ભૌગોલિક તેમજ ભૂપૃષ્ઠીય સામ્યતા જોતાં ઉત્તરાખંડે ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વિસ મોડલને અનુસરવું જોઈએ. સ્વાાભાવિક વાત કે એમ કરવામાં સારો એવો ખર્ચ થાય. પરંતુ વર્ષેદહાડે અનેક લોકોની જિંદગી બચાવી શકતી હોય ત્યા રે ખર્ચના આંકડા ગૌણ બની જવા જોઈએ. ■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b71nHO
ConversionConversion EmoticonEmoticon