લેરીએ પોતાની ટીમમાં અમેરિકી કાયદાની છટકબારી શોધીને અખબારી સ્વાતંત્ર્યના નામે દલીલો કરી શકે એવા દાદુ ક્રીમીનલ વકીલો રાખેલા સ તત ભૌતિક સંપત્તિ પાછળ પાગલની જેમ દોડતા અમેરિકન લોકોની સેક્સવૃત્તિને સતત પંપાળતા અને ઉશ્કેરતા પોર્ન સામ્રાજ્યના સ્થાપક લેરી ફ્લીન્ટનું ગયા બુધવારે ભારે હાર્ટ એટેકથી અવસાન થયું. પ્લેબોય અને પેન્ટહાઉસ જેવાં સામયિકો સાથે ગળાંકાપ સ્પર્ધા કરતું 'હસ્ટ્લર' મેગેઝિન સ્થાપીને ખરા અર્થમાં તહલકો મચાવી દેનારા પ્રકાશક એવા લેરીએ ૧૨૯૭૦ના દાયકામાં હસ્ટ્લર શરૂ કર્યું ત્યારે લાખો નકલોનો ફેલાવો ધરાવતા અખબારો અને સામયિકોના માલિકો મૂછમાં હસતા હતા. એનું કારણ એવું અપાતું હતું કે માત્ર આઠ નવ ધોરણ ભણેલો અને પ્રકાશન વ્યવસાયનો શૂન્ય અનુભવ ધરાવતો આ લબરમૂછિયો શું કરી લેવાનો છે.
પરંતુ લેરીએ શરૂ કરેલા હસ્ટ્લર મેગેઝિને એ સમયના એટલે કે ૧૯૭૦ના દાયકાના યુવાનોને અને ટીનેજર્સને જોતજોતાંમાં અક્ષરસ: ઘેલું લગાડયું. એક તબક્કો તો એવો હતો જ્યારે હસ્ટ્લર મેગેઝિનનો ફેલાવો ત્રીસ લાખ નકલોથી પણ વધુ થઇ ગયો હતો. અલબત્ત, એમાં ૭૫થી ૮૦ ટકા સામગ્રી પોર્ન રહેતી. બાકીનામાં એકાદ રાજકીય ઘટના અને બીજી વાચનસામગ્રી રહેતી. પોતાના સામયિકમાં પોર્ન ફેન્ટસી કથાઓ માટે એણે ખાસ લેખકો રાખેલા. યુવા પેઢીની સેક્સવૃત્તિને ભડકાવે એવી સામગ્રી કલરફૂલ ફોટોગ્રાફ્સ સાથે લેરી રજૂ કરતો.
જો કે અમેરિકામાં પણ ભારતની જેમ મોરલ પોલીસ જેવી સંસ્થાઓ છે. આવી સંસ્થાઓએ સતત લેરી સામે કાયદેસરના કેસ કરેલા. પરંતુ આવા અવરોધોની કલ્પના હતી એટલે લેરીએ પોતાની ટીમમાં અમેરિકી કાયદાની છટકબારી શોધીને અખબારી સ્વાતંત્ર્યના નામે દલીલો કરી શકે એવા દાદુ ક્રીમીનલ વકીલો રાખેલા. બીજી બાજુ એના પર સતત થતા કાયદેસરના કેસનો એ પોતાના માર્કેટિંગ અને પ્રચારતંત્રમાં કુશળતાથી ઉપયોગ કરી લેતો.
ધીમે ધીમે લેરીએ એવી જમાવટ કરી કે બીજા પ્રકાશકોને એની અદેખાઇ આવતી. કેટલાક ચોખલિયા અખબારો-સામયિકો લેરીના મેગેઝિનની ટીકા કરતા લેખો છાપતા થયા. લેરી એ લેખોનો પણ પોતાના પ્રચારતંત્રમાં ખૂબીપૂર્વક ઉપયોગ કરતો. પછી તો એણે સેક્સ ટોય્ઝનાં કારખાનાં નાખ્યાં, હોલિવૂડમાં પોર્ન ફિલ્મો બનાવવાનો પોતાનો સ્ટુડિયો ઊભો કર્યો અને નિયમિત સેક્સ ફિલ્મો બનાવતો થયો.
એક તરફ લેરી હસ્ટલર મેગેઝિનના કવર પર વાત્સ્યાયન કામસૂત્રનાં વિવિધ આસનો દર્શાવતા નગ્ન કલર ફોટોગ્રાફ્સ પ્રગટ કરતો તો ક્યારેક ગ્રુપ સેક્સની તસવીરોનું કવર બનાવતો. એકવાર તો એણે કમાલ કરી. ટેલિવિઝન ચેનલ પર ધામક વાતો કરતા એક પાદરીને એની ઓરમાન માતા સાથે અનૈતિક સંબંધ હોય એવી પેરોડી (કટાક્ષકથા) રજૂ કરી. પેલા પાદરીએ કોર્ટમાં કેસ કર્યો. લેરીના શેતાની ભેજાવાળા વકીલોએ એવી ચબરાકીથી દલીલો કરી કે છેક સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચ્યો પરંતુ કોર્ટે આ તો પેરોડી છે એમ કહીને પાદરીની અરજી કાઢી નાખી.
જો કે ૨૦૧૫ પછી એના મેગેઝિન અને પોર્ન સાહિત્યનાં વળતાં પાણી શરૂ થયાં. ડઝનબંધ અમેરિકી ટીવી ચેનલ્સ હવે આવાં પોર્ન પ્રોગ્રામ્સ રજૂ કરતી થઇ એટલે લેરીનાં વળતાં પાણી થયાં. છેલ્લા કેટલાક સમયથી તો એ વ્હીલચેર પર રહે એવી બીમારીનો ભોગ બન્યો હતો. પરંતુ નપોતાની સાહસિકતા કહો કે નફ્ફટાઇ કહો, એણે ૪૦૦ મિલિયન અમેરિકી ડોલર્સનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. એની વિદાય સાથે પોર્ન વિશ્વના એક બેતાજ બાદશાહના યુગનો અસ્ત થયો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qqVtI4
ConversionConversion EmoticonEmoticon