- 'મારા પિતા મને કાયમ કહેતા કે પટકથા પર ફોક્સ કર, ભાષા પર નહીં, કન્સેપ્ટ સારો હશે તો ભાષા બીજા સ્થાને આવે છે...'
સ લમાન ખાન સાથે 'દબંગ-૩' (૨૦૧૯)માં ચમકેલી સાંઇ માંજરેકરે એ ફિલ્મ થકી બોલીવૂડમાં પદાર્પણ કર્યું એ પછી તેની બીજી ફિલ્મ 'મેજર' છે, જે ૨૬/૧૧ હુમલાની પ્રાશ્ચાદ્ભૂ પર આધારિત છે. આ ફિલ્મ બે ભાષામાં બની છે અને એ દ્વારા તેણે તેલુગુ ફિલ્મમાં પણ પ્રવેશ મેળવ્યો. સાંઇને પૂછવામાં આવ્યું કે શું તારે તારા પિતા, અભિનેતા ફિલ્મ સર્જક મહેશ માંજરેકરની જેમ મરાઠી ફિલ્મોમાં પણ કામ કરવું છે કે કેમ ? તેમણે પ્રાદેશિક ફિલ્મોમાં સારુંએવું કામ કરી પ્રતિષ્ઠા મેળવી છે ત્યારે તેણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે આમ છતાં તેણે એક શરત આગળ કરી છે કે મને મરાઠી ફિલમોમાં કામ કરવાનું ગમશે, પણ તેનું કન્ટેન્ટ ગ્રેટ હોવું જરૂરી છે. મારા પિતા મને કાયમ કહેતાં કે સિનેમાને કોઇ ભાષા નથી હોતી.
'તેમણે મને ભાષાને બદલે પટકથા પર ફોક્સ કરવા જણાવ્યું છે. આથી જો પટકથા સારી હશે તો ભાષા તો મારા માટે બીજા સ્થાને આવશે,' એમ સાંઇ માંજરેકરે જમાવ્યું હતું. 'જો હું મરાઠી ફિલ્મ કરીશ તો તે મારા પિતા સાથે હશે,' એમ તેણે હસતા હસતા જણાવ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NWOisz
ConversionConversion EmoticonEmoticon