આણંદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર
આણંદ જિલ્લામાં આગામી તા.૨૮ ફેબુ્રઆરીના રોજ આણંદ જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આણંદ જિલ્લા પંચાયતમાં ૯૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે જિલ્લાની આઠ તાલુકા પંચાયતોની કુલ ૧૯૫ બેઠકો માટે ૪૫૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
આણંદ જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો માટે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં કુલ ૧૭૯ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જે પૈકી ૭૩ ઉમેદવારીપત્રો અમાન્ય ઠર્યા હતા અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ૭ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા હવે ૪૨ બેઠકો માટે ૯૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ભાજપના ૪૨, કોંગ્રેસના ૪૦, બસપાના ૨, એનસીપીના ૨, આપના ૭ અને અપક્ષના ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
જિલ્લાની આઠ તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણી જંગ ખેલાનાર છે ત્યારે પેટલાદ તાલુકા પંચાયતની ૨૮ બેઠકો માટે ૭૩ ઉમેદવારો, આંકલાવ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે ૪૧ ઉમેદવારો, તારાપુર તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો પૈકી ૧ બેઠક બિનહરીફ થતા ૧૫ બેઠકો માટે ૩૧ ઉમેદવારો, ઉમરેઠ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૫૩ ઉમેદવારો, બોરસદ તાલુકા પંચાયતની ૩૪ બેઠકો માટે ૭૬ ઉમેદવારો, સોજિત્રા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૩૬ ઉમેદવારો, આણંદ તાલુકા પંચાયતની ૩૪ બેઠકો માટે ૮૩ ઉમેદવારો અને ખંભાત તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે ૬૩ ઉમેદવારો મેદાનમાં છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jZBGwN
ConversionConversion EmoticonEmoticon