મુંબઇ,તા. 06 ફેબ્રુઆરી 2021, શનિવાર
હોલીવૂડના પીઢ અને ઓસ્કાર વિજેતા અભિનેતા પ્લમરનું ૯૧વરસની વયે નિધન થયું છે. આ વાતની પુષ્ટિ શુક્રવારે તેમના મિત્ર અને મનેજર લો પિટે કરી હતી.
ક્રિસ્ટોફરની ૫૧ વરસની પત્ની એલેન ટેલરે જણાવ્યું હતું પડી જવાને કારણે તેમના માથા પર ગંભીર ઇજા થઇ હતી જે તેનું મૃત્યુ કારણ બન્યું હતું. તેમની કારકિર્દી દરમિયાન તેમણે ઘણી સફળ ફિલ્મો આપી હતી તેમજ ઓસ્કાર જેવા એવોર્ડના વિજેતા બન્યાનું માન મળ્યું હતું.
ક્રિસ્ટોફર પ્લમરને ક્રિટિકલ અકલેમ્ડ ફિલ્મ ધ સાઉન્ડ ઓફ મ્યુઝિકમાં શાનદાર એકટિંગ માટે જાણીતા છે. તેમણે પોતાની કારકિર્દીમાં એક ઓસ્કાર, બે ટોની અને બે એમી એવોર્ડ મેળવ્યા છે. તેમણે એક નાટકમાં વિલિયમ શેક્સપીયરનું પાત્ર ભજવ્યું હતું જેને દર્શકોએ તાળીઓના ્ગગડાટથી વધાવી લીધા હતા. સાઉન્ડ ઓફ મ્યૂઝિક ઉપરાંત પ્લમરને પોતાની સાત દાયકાની કારકિર્દીમાં ઓલ ધ મની ઇન ધ વર્લ્ડ એન્ડ ધ લાસ્ટ સ્ટેશન જેવી ફિલ્મોમાં શાનદાર એકટિંગ માટે જાણીતા છે.
પ્લમરનો જન્મ ૧૩ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ ટોરેન્ટોમાં થયો હતો. તેમણએ ફ્રેન્ચ અને અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં સ્ટેજ અને રેડિયો પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૫૪માં ન્યૂયોર્ક સ્ટેજ ડેબ્યુ પછી તેમણએ બ્રોડવે અને લંડના વેસ્ટ એન્ડના જાણીતા પ્રોડકશન કંપનીઓના બનનારા પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. તેમને ઓલ ધ મની ઇન ધ વર્લડ માટે ઓસ્કારમાં નોમિનેટ કરવામાં હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ttrrW1
ConversionConversion EmoticonEmoticon