આણંદ, તા.20 ફેબ્રુઆરી 2021, શનિવાર
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનવિર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરમાં ફરજ બજાવતા સાત જેટલા કર્મચારીઓમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળતા યુનિ. સંકુલમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ આ તમામ સાત કર્મચારીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
વધુમાં મળતી માહિતી મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાન્યુઆરી માસમાં ધો.૧૦-૧૨ના વર્ગો શરૂ કરવાની સાથે તબક્કાવાર કોલેજોમાં પણ શિક્ષણકાર્ય શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનવિર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો તથા ડિપોર્ટમેન્ટમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ રહ્યું છે. જો કે પરીક્ષાલક્ષી સહિતની મહત્વની કામગીરી જે સેન્ટર ખાતેથી થાય છે તેવા યુનિ.ના કોમ્પ્યુટર સેન્ટરમાં ગત સપ્તાહે એક બાદ એક સાત જેટલા કર્મચારીઓની તબિયત લથડતાં તેઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આ સાત કર્મચારીઓમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળતા યુનિ. સંકુલમાં ભારે ખળભળાટી મચી ગઈ છે.
આ અંગે યુનિ.ના કુલપતિ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે કોમ્પ્યુટર સેન્ટરના સાત કર્મચારીઓમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે પરંતુ તેઓ કોરોના પોઝીટીવ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ નથી. જો કે સલામતીના ભાગરૂપે સમગ્ર કોમ્પ્યુટર સેન્ટરને સેનીટાઈઝ કરી ચાર દિવસ માટે બંધ કરી દેવાયું છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, થોડા સમય પૂર્વે યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં મહારાષ્ટ્રથી આવેલ બે વિદ્યાર્થીનીઓમાં પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી આ બંને વિદ્યાર્થીઓને યુનિ. ગેસ્ટહાઉસમાં કોરોન્ટાઈન કરાઈ હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qGvegC
ConversionConversion EmoticonEmoticon