નડિયાદ, તા.20 ફેબ્રુઆરી 2021, શનિવાર
નડિયાદ સેશન્સ કોર્ટે સગીરાના અપહરણ તથા બળાત્કારના ગુનાના આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. કોર્ટે આજે છ મહિના અગાઉના કેસમાં ચૂકાદો સંભળાવ્યો, તેમાં આરોપીને કેદ સાથે ત્રીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
ખેડા તાલુકાના ગોબલજ ગામની ઇન્દિરાનગરી વિસ્તારમાં રહેતા અજયભાઇ જૂવાનસિંહ તડવી ગત તા.૩૧-૭-૨૦ ના રોજ વાસણા મારગીયા ગામેથી એક સગીરાને લલચાલી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. અજયભાઇ એ સગીરાને કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ગોવિંદભાઇ મનજીભાઇ લીંબાણીના કોટડા, સીમ વાડીએ લઇ ગયો હતો.જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો. આ બનાવ અંગે સગીરાના માતા પિતાએ ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ેજે અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.જી.બ્રહ્મભટ્ટે કોર્ટમાં સોળથી વધુ દસ્તાવેજી પૂરાવા અને મૌખિક પુરવાઓ રજૂ કરી ઉગ્ર દલીલો કરી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી અજયભાઇ તડવીને વિવિધ કલમો હેઠળ તકસીરવાન ઠેરવ્યો હતો.
કોર્ટે આરોપી અજયભાઇ તડવીને ઇ. પી. કો કલમ ૩૬૩ મૂજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૫, ૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૬૬ મૂજબના કામે તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા.૫,૦૦૦ નો દંડ,દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા, ઇ.પી.કો કલમ ૩૭૬(૨)એન મૂજબના કામમાં દસ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧૦,૦૦૦ નો દંડ,દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા, સ્પે. પોકસોની કલમ (૩)એ સાથે વાંચતા ૪ મૂજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા અને રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ છ માસની સજા ભોગવાનો હુકમ કર્યો છે. સ્પે.પોકસોની કલમ ૧૦ મૂજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ પાંચ માસની સાદી સજા ભોગવવાનો હુકમ કર્યો છે.આરોપીએ બધી સજા એક સાથે ભોગવવાનો હુકમ કર્યો છે.ભોગ બનનારને સરકાર દ્વારા રૂા.૨,૦૦,૦૦૦ આપવાનો હુકમ કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37zkEAB
ConversionConversion EmoticonEmoticon