નડિયાદમાં નિર્માણાધીન કોર્ટ પરિસરમાં 5 મા માળેથી પટકાતા મજૂરનું મોત


નડિયાદ, તા.20 ફેબ્રુઆરી 2021, શનિવાર

નડિયાદ શહેરના કપડવંજ રોડ પર નિર્માણાધિન કોર્ટ પરિસરના પાંચમા માળેથી એક મજૂર નીચે પડતા ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ છે.આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર નડિયાદ-કપડવંજ રોડ પર જિલ્લા કોર્ટનુ નવુ બિલ્ડીંગ બની રહ્યુ છે.પૂર્ણતાના આરે આવેલ આ બિલ્ડીંગની કામગીરીમાં મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા છે.જેમાં  મૂળ રાજસ્થાનનો રહેવાસી રઘુવીરસિંહ પ્રતાપસિંહ રાઠોડ ઉં.૨૩ લેબર તરીકે કામ કરતો હતો. શુક્રવારની મોડી રાતે રઘુવીરસિંહ બિલ્ડીંગના પાંચમા માળે કામ કરતા કરતા અચાનક લિફ્ટ માટેના ખાલી પેસેજમાં પડતા ગંભીર રીતે ઘવાયો હતો અને તેનુ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતુ. આ ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ત્યાંથી મૃતદેહનો કબ્જો લઇ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલ નવસારીથી રોજગારી માટે ૨૩ વર્ષનો રઘુવીરસિંહ રાઠોડ નડિયાદમાં આવ્યો હતો. અહીં તેં જિલ્લા કોર્ટના નવા બની રહેલા બિલ્ડિંગમાં મજૂર તરીકે કામ કરી રહ્યો હતો. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bsXWeL
Previous
Next Post »