મહીસાગર જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાનું સંક્રમણ : નવા 4 કેસ


બાલાસિનોર, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાની ૨ સ્ત્રી, ૨ પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આમ, જિલ્લામાં કોરોના- કોવિડ-૧૯ના અત્યાર સુધીમાં એટલે કે તા. ૧૯-૦૨-૨૦૨૧ સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં ૨૦૪૮ કેસ પોઝીટીવ નોંધાયા છે. 

 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯૭૨ દર્દીઓ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે ૯ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય કારણથી ૩૬ દર્દીનું મત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૫ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લુ/ કોરોનાના કુલ ૧૨૮૧૭૬ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૫૬ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટીવના કારણે ૭ દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ લુણાવાડા, ૨૨ દર્દી હોમ આઇસોલેશન અને ૨ દર્દીઅન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી ૨૭ દર્દીઓ સ્ટેબલ અને ૪ દર્દીઓ ઓક્સિજન પર છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qFZvMA
Previous
Next Post »