આણંદ જિલ્લામાં 4 દિવસમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા


આણંદ, તા.6 ફેબ્રુઆરી 2021, શનિવાર

છેલ્લા ચાર દિવસથી આણંદ શહેર  તથા આસપાસના વિસ્તારમાં વકરેલ કોરોનાનું સંક્રમણ શુક્રવારના રોજ પણ જારી રહેવા પામ્યું હતું. શુક્રવારે આણંદ તથા આસપાસના વિસ્તારમાંથી કોરોનાના ચાર પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. વીતેલા ચાર દિવસ દરમ્યાન આણંદ તાલુકામાંથી કુલ ૨૦ પોઝીટીવ કેસ નોંધાતા ભારે ખળભળાટી મચી ગઈ છે.

ગત તા.૨જી ફેબુ્રઆરીના રોજ આણંદ શહેર તથા આસપાસમાંથી ૭ પોઝીટીવ કેસ નોંધાયા બાદ તા.૩જી ફેબુ્રઆરીએ ૫ તથા તા.૪ ફેબુ્રઆરીએ ૪ પોઝીટીવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ તા.૫મી ફેબુ્રઆરીના રોજ જિલ્લામાં નોંધાયેલ કુલ ૪ પોઝીટીવ કેસો તમામ આણંદ શહેર તથા આસપાસના હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે આણંદ પાસેના વઘાસી રોડ ઉપરની પ્રારંભ સોસાયટીમાંથી ૨, મંગળપુરા રોડ પરની સોસાયટીમાંથી તેમજ આણંદ પાસેના વિદ્યાનગરના ઈસ્કોન મંદિર પાછળથી એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૭૩૩૫૮ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૫૨૮ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. 

જે પૈકી હાલ ૨૬ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૫ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૨૧ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Lxfmhq
Previous
Next Post »