નડિયાદ, તા.6 ફેબ્રુઆરી 2021, શનિવાર
ખેડા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતોના બનાવો બન્યા હતા.કપડવંજ તાલુકાના કાપડીવાવ-સિંકદર પોરડા જવાના રસ્તા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.વળી મહુધા તાલુકાના મહીસા રોડ પર આવેલ હાઇસ્કુલની સામે અકસ્માત સર્જાયો હતો.બંને બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા.જ્યારે બે વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજ તાલુકાના કાપડીવાવ સિંકદર પોરડા જવાના રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં જયપાલ ઉં.વ.૨૬,વિજય ઉં.વ.૩૦ અને અલ્પેશ ઉં.વ.૨૨ મોટર સાયકલ લઇને જઇ રહ્યા હતા.તે સમયે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી ત્રણેય યુવકોને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા બનાવ સ્થળે ત્રણેયના કરૂણ મૃત્યુ નિપજયા હતા.જ્યારે અજાણ્યો વાહન ચાલક બનાવ સ્થળેથી ફરાર થઇ ગયો હતો.આ બનાવ અંગે રણછોડભાઇ વાઘેલા રહે,ચારણની કૂઇએ કપડવંજ રૂરલ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વળી મહુધા તાલુકાના મહીસા રોડ પર આવેલ હાઇસ્કુલની સામે અકસ્માત સર્જાયો હતો. અસ્પાકઅલી શરીફમીયા અને અસ્લમ મોટર સાયકલ લઇને ખેતરે આંટો મારવા માટે ગયા હતા.તે સમયે એક મોટર સાયકલના ચાલકે પોતાનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અસ્પાકઅલીના મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી બંને યુવકોને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે શરીફમીયા નબીમીયા ખોખરે મહુધા પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cMasbx
ConversionConversion EmoticonEmoticon