કંગના રનૌતની આગામી ફિલ્મના એક એકશન દ્રશ્યને શૂટ કરવા માટે રૂા.25 કરોડ ખર્ચાયા


મુંબઇ,તા. 06 ફેબ્રુઆરી 2021, શનિવાર

કંગના રનૌત હાલ મધ્ય પ્રદેશમાં પોતાની આવનારી ફિલ્મ ધાકડનું શૂટિંગ કરી રહી છે. આ  ફિલ્મના એક દ્રશ્ય માટે રૂપિયા ૨૫ કરોડનો સેટ બનાવ્યો હતો. 

સૂત્રના અનુસાર,કંગનાએ એક એકશન સીનના રિહર્સલનો વીડિયો શેર કરતા લખ્યું હતું કે, મેં કોઇ એવો ડાયરેકટર મારી અત્યાર સુધીની કારકિર્દીમાં નથી જોયો જે રિહર્સલને પણ આટલું મહત્વ આપે. કાલે રાતના અમે અત્યાર સુધીમાં સુધીનું સૌથી મોટી એકશન સિકવન્સ શૂટ કરવાની છે. જેની તૈયારીઓ જોઇને હું અચંબામાં પડી ગયું છે. મને ઘણું બધું શીકવા મળી રહ્યું છે. ૨૫ કરોડથી પણ વધુ રૂપિયા ખરચવાની તૈયારીઓ થઇ રહી છે. 

ઉલ્લેખનીય છે કે, ધાકડ એક સ્પાઇ-એકશન ફિલ્મ છે. જેમાં કંગના એક સ્પેશિયલ એજન્ટ અગ્નિના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શનરજનીશ રેજી ઘાઇ કરી રહ્યો છે. જ્યારે આ ફિલ્મમાં કંગના અને અર્જુન ઉપરાંત દિવ્યા દત્તા પણ મુખ્ય રોલમાં જોવા મળશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MXiDH3
Previous
Next Post »