વિજય દેવરકોંડાએ કરણ જોહર સાથે ત્રણ ફિલ્મોની ડીલ રૂા. 100 કરોડમાં કરી


મુંબઇ,તા. 03 ફેબ્રુઆરી 2021, બુધવાર

વિજય દેવરકોંડા દક્ષિણનો સુપરસ્ટાર મનાય છે. તે હવે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. કરણ જોહરના પ્રોડકશનમાં બની રહેલી ફિલ્મ લાઇગરમાં  તે વિજયનું પાત્ર ભજવવાનો છે. જેનું દિગ્દર્શન પુરી જગન્નાથ કરશે.

સૂત્રી  વાત સાચી માનીએ તો કરણ જોહરે વિજય સાથેએક ડીલ ફાઇનલ કરી છે. કરણ વિજયને રૂપિયા ૧૦૦ કરોડ મહેનતાણું આપવા રાજી થયો છે. જોકે આ કરાર હેઠળ વિજયે ધર્મા પ્રોડકશનના બેનર હેઠળ ત્રણ ફિલ્મો કરવી પડશે. કરણે વિજયને નેશનલસ્ટાર બનવાનું વચન આપ્યું છે. આ ડીલના અનુસાર, વિજયે કરણની એક સાથે ત્રણ ફિલ્મો કરવાની જરૂર નથી, જેમ જેમ ફિલ્મ બનશે તે રીતે તેણે કરણના પ્રોજેક્ટમાં કામ કરવાનું રહેશે. 

સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, લાગિર ફિલ્મમાં વિજયએકશન કરતો જોવા મળશે. જ્યારે કરણની બીજી ફિલ્મમાં વિજય રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મ ટિપિકલ કરણ જોહર સ્ટાઇલ ફિલ્મ હશે જેમાં વિજયને સ્ટાઇલિશ દર્શાવામાં આવશે.હાલ તો આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cAwxK5
Previous
Next Post »