સગીરા પર બળાત્કારના કેસમાં મહુધાના આરોપીને 10 વર્ષની સખત કેદની સજા


નડિયાદ, તા.5 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

નડિયાદ પોકસો કોર્ટે મહુધા તાલુકાના આરોપીને બળાત્કારના કેસમાં દસ વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.તેમજ વીશ હજાર રૂપિયાનો દંડ  ફટકાર્યો છે.એક વર્ષ અગાઉ બનેલા આ બનાવમાં આરોપીએ સગીરાને સતત ત્રેવીસ દિવસ સુધી ગોંધી રાખી હતી.

મહુધા તાલુકાના મહિસા તાબે આવેલ શક્તિનગરમાં રહેતા આરોપી રાહુલભાઇ ઉર્ફે ભયો બળવંતભાઇ વસાવા એક સગીર દિકરીને ગત તા.૧૮-૧-૨૦૨૦ ના રોજ લલચાવી,ફોસલાવી ભગાડી ગયો હતો. તા.૧૮-૧-૨૦૨૦ થી તા.૧૨-૦૨-૨૦૨૦   દરમ્યાન રાહુલે ગઢડા ગામની સીમના લીમડીવાળા ખેતરની વાડીમાં આવેલ મકાનની રવેશીમાં સગીરા સાથે ચાર-પાંચ વાર બળાત્કાર કર્યો હતો.તેમજ તે થોડા સમય અગાઉ મહીસા ગામની સીમમાં આવેલ કુંભારડી તળાવની પાળ પાસે પણ બળાત્કાર કર્યો હતો.સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે મહુધા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આજ રોજ આ કેસ નડિયાદ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાહુલભાઇ બ્રહ્મભટ્ટે પૂરાવા અને કુલ વીશ જેટલા દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા.તેમજ સમાજમાં સગીર દિકરીઓ પર બનતા બળાત્કારના કીસ્સાઓ બંધ થાય તેવી ઉગ્ર દલીલો કોર્ટમાં કરી હતી. કોર્ટે આ  દલીલો  ગ્રાહ્ય રાખી આરોપી રાહુલભાઇ ઉર્ફે ભયો બળવંતભાઇ વસાવાને ગુનેગાર ઠેરવી વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે. કોર્ટે ઇ.પી.કો કલમ ૩૬૩ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા,કોર્ટે ઇ.પી.કો કલમ ૩૬૬ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૭૬(૨)(એન)ના ગુનામાં દશ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા.પોક્સો એકટની કલમ છ સાથે વાંચતા ક.પ(એલ) ના ગુનામાં દશ વર્ષની સખત કેદનીસજા તથા રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2N0Myhq
Previous
Next Post »