સંજય ભણશાલી પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ઇન્શા અલ્લાહ ફરી શરૂ કરે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 04 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

ફિલ્મ ઇન્શા અલ્લાહ સંજયલીલા ભણશાલીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના પર તે ઘણા મહિનાઓથી કામ કરી રહ્યા છે. ૨૦૧૯માં સમાચાર હતા કે આ ફિલ્મમાં ભણશાલી સલમાન ખાન અને આલિયા ભટ્ટને ચમકાવાનો છે. પરંતુ કોઇ કારણોસર આ પ્રોજેક્ટનું કામ બંધ થઇ ગયું હતું. 

હવે આ ફિલ્મને લગતી લેટેસ્ટ અપડેટ્સ આવી છે કે, ભણશાલી આ પ્રોજેક્ટને ફરી શરૂ કરવા ઇચ્છે છે. જેમાં હવે તે આલિયા ભટ્ટની સાથે શાહરૂખ ખાનને લેવા માંગે છે. જોકે ફિલ્મની પટકથા સલમાનને ધ્યાનમાં રાખીને લખવામાં આવી હતી તેથી હવે એમાં થોડા ફેરફાર કરવા પડશે. આ ફિલ્મના અભિનેતાનું પાત્ર ૫૦ વયના પુરુષનું હોવું જરૂરી છે. 

મળેલી જાણકારીના ્નુસાર આ ફિલ્મમાંથી સલમાન ખાન દૂર થયા પછી શાહરૂખ અને આલિયાની જોડી જોવા મળશે. આ એક ખૂબસૂરત પ્રેમ કહાની પરની આધારિત ફિલ્મ હશે. શાહરૂખ અને આલિયા આ પહેલા ડિયર જિંદગીમા ંસાથે કામ કરી ચુક્યા છે. 

સલમાને પોતાના ટ્વિટર હેન્ડલ પર પહેલા એવી જાણકારી આપી હતી કે, ઇન્શા અલ્લાહ આવતા વરસની ઇદ પર રિલીઝ થશે નહીં. આ પછી ભણશાલી પ્રોડકશનના ટ્વિટર હેન્ડલ પરથી જણાવામાં આવ્યું હતુ ંકે, આ પ્રોજેક્ટ પર કામ બંધ કરી દેવામાં આવ્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cJaXTM
Previous
Next Post »