TV TALK : અરૂણ મંડોલાને ગમે છે પૌરાણિક સિરિયલોમાં ટાઈપકાસ્ટ થવું :


ધારાવાહિક 'વિઘ્નહર્તા ગણેશ'માં અભિનેતા અરૂણ મંડોલાએ 'લક્ષ્મણ'ની ભૂમિકા ભજવી હતી અને હવે વધુ એક વખત તે આ જ રોલ 'સંકટમોચન મહાબલિ હનુમાન'માં કરી રહ્યો છે. તે કહે છે કે મને પૌરાણિક ધારાવાહિકોમાં ટાઈપકાસ્ટ થવાની જરાય ચિંતા નથી. બલ્કે હું તેને આશિર્વાદ માનું છું. પૌરાણિક શોમાં અભિનય કરવાની બહોળી તક હોય છે. દર્શકો પણ આવા શો પસંદ કરે છે.  એક દશક અગાઉ 'દેવોં કે દેવ મહાદેવ'ને અપ્રતિમ સફળતા મળી ત્યાર પછી પૌરાણિક સિરિયલોની બોલબાલા વધી ગઈ છે. તેથી એક જ પ્રકારની ભૂમિકા લાંબા વર્ષો સુધી ભજવવામાં કોઈ હાનિ નથી. મારા મતે આનો અર્થ એ છે કે ચોક્કસ પ્રકારની શ્રેણીમાં મેં મારું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે.

રાની ચેટરજીની ઊલટી ચાલ :

સામાન્ય રીતે કલાકારો ટચૂકડા પડદેથી ફિલ્મો તરફ આગળ વધે. પણ રાની ચેટરજી ફિલ્મો અને વેબ સિરિઝોમાં ધૂમ મચાવ્યા પછી ટચૂકડા પડદે આવી છે અને તેનો યશ તેના ભોજપુરી ફિલ્મોના લટકાઝટકાને આભારી છે. રાની ચેટરજી ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર છે. તે બોલ્ડ દ્રશ્યો આપવા માટે જાણીતી છે. કદાચ આ કારણે જ તેને 'ગુડિયા હમારી સભી પે ભારી'માં સ્પેશ્યલ એન્ટ્રી મળી છે. વાસ્તવમાં આ ધારાવાહિકમાં 'નન્હે'માં કેન્સર થયું હોવાથી તે જેટલો સમય જીવે ત્યાં સુધી તેને ખુશ રાખવાનો છે અને રાની ચેટરજી તેની પ્રેમિકા બનીને તેમના ઘરમાં આવે છે અને તેના બોલ્ડ હાવભાવ તેમજ લટકાઝટકા ઘરના અન્ય પુરુષોને પણ ઘાયલ કરી દે છે. જોકે ઘરની મહિલાઓ તેનાથી નારાજ થાય છે. પરંતુ 'નન્હે' માટે થઈને બધા ચૂપ રહે છે.



શ્રુતિ શર્મા 'નમક ઈશ્ક કા'માં અનોખા રોલમાં

નમક ઈશ્ક કા માં ચમચમના રોલમાં શ્રુતિ શર્મા  છે.  બિન્દાસ્ત ચમચમ જે પોતાના વ્યવસાયને હિણી નજરે જુએ છે પણ એના લગ્ન થયા છે મુંબઈના એક પ્રતિતિ પરિવારમાં. ચમચમ આમ તો એક નર્તકી છે જેને પ્રણાલિગત રીતે નચનીયા કહે છે, તે ખૂબ ઠરેલી અને સીધારસ્તે ચાલતી છોકરી છે. એક અનાથાશ્રમમાં ઉછર્યા બાદ, પોતાના પર આધાર રાખતા લોકોની કાળજી લેવા એ નર્તકી બને છે.   

શ્રુતિ શર્મા  જણાવે છે, 'આ રોલ મળવા બદલ હું રોમાંચ અનુભવું છું. ચમચમ ઉત્કૃષ્ટ ચરિત્ર છે અને એક કલાકાર તરીકે એ ભજવવા બદલ મને ખૂબ સ્કોપ મળે છે. શોનો અભિગમ ખૂબ દ્રઢ છે અને એની વાર્તા અને એની સફર ચોક્કસ પણે સામાજિક અનુભુતી બદલશે.આ વિશેષ તક આપવા બદલ હું  આભારી છું અને હું આ શો  માં મારો શ્રે અભિનય આપવા તૈયાર છું.'

આવનાર શિશુની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે નકુલ મેહતા

લોકડાઉન દરમિયાન ઘણી સેલિબ્રિટીઓએ પોતાના પરિવાર વિસ્તાર્યા છે. આ યાદીમાં 'ઇશ્કબાજ' દ્વારા અપ્રતિમ નામના મેળવનાર અભિનેતા નકુલ મેહતા પણ સામેલ છે. તાજેતરમાં તેની પત્ની જાનકી પારેખનો ખોળો ભરાયો ત્યારે પતિ-પત્ની અત્યંત ખુશ દેખાતા હતા. અલબત્ત, કોરોનાના સંક્રમણની ભીતિને ધ્યાનમાં લેતાં ખોળો ભરવાના કાર્યક્રમમાં માત્ર પરિવારજનો અને નિકટના મિત્રોને જ સામેલ કરવામાં આવ્યાં હતાં. પછીથી નકુલે તેના ફોટા સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા જેમાં જાનકી હળવા ભૂરા રંગના પોશાકમાં અને નકુલ સફેદ કુરતા-પાયજામામાં જોવા મળ્યો હતો. નવા શિશુને આવકારવાની ખુશી તેમના ચહેરા પર છલકાતી હતી. અને હવે તેઓ તેમના શિશુના અવતરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Lrf6A4
Previous
Next Post »