બોલીવૂડ માટે આ વર્ષ ખૂબ મુશ્કેલીભર્યું પસાર થયું છે અને હવે ન્યૂ નોર્મલમાં અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી સારા અલી ખાન અભિનિત 'કુલી નં.વન' ફિલ્મે હજુ થોડા દિવસ પહેલાં જ એક નવો બેચમાર્ક અંકિત કર્યો છે. ફિલ્મની આ જોડીની સાથે પરેશરાવલે ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી એ ફિલ્મના ટ્રેલરને લોન્ચ કર્યો અને તે પણ એક યુનિક હાઇબ્રિડ લાઇવ ઇવેન્ટ થકી અને તે પણ છેક ચંડીગઢથી ! આ ઇવેન્ટ સંપૂર્ણ પણે સોશિયલ ડિસ્ટન્ટિંગ જાળવીને તથા આગોતરી સલામતીના તમામ પગલાં લઇને યોજવામાં આવી. અરે, ફિલ્મના કલાકારોને સુદ્ધાં જણાવાયું હતું કે તમામ પરીક્ષણો કરાવવા અને સલામતીના પગલાં લેવા આમ કોરોના મહામારીમાં પર્યાપ્ત સલામતી પગલાં લઇને પણ 'કુલી નં.૧'નું ટ્રેલર લોન્ચ થયું અને હવે ૨૫ ડિસેમ્બરે ફિલ્મ રિલિઝ થવાની છે.
આ ઇવેન્ટમાં ફિઝિકલી દિગ્દર્શક ડેવિડ ધવન હાજર રહ્યા ન હોવા છતાં તેઓ અને નિર્માતા- વાસુ ભગનાની અને જેકી ભગનાની તથા એમેઝોન પ્રાઇમવીડિયોના વિજય સુબ્રહ્મણ્યમ કલાકારો સાથે આ ઇવેન્ટમાં વર્ચ્યુઅલીસામેલ થયા હતા.
આ ઇવેન્ટમાં વરુણં ધવને અને અન્ય ડાન્સરોએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ફિલ્મનું રિલિઝ ન થયેલા ગીત 'ભાભી...' પર ડાન્સ કરી ઇન્ટરેક્શનમાં ભાગ લીધો હતો.
ફિલ્મના સેટ પર એખ વેળા તેના દિગ્દર્શકે તેને ઠપકો આપ્યો હતો એ ઘટનાને યાદ કરતા સારા અલી ખાને જણાવ્યું હતું કે 'અમે 'મૈં તો રસ્તે સે...' ગીતનું સુટિંગ કરી રહ્યાહતા ત્યારે ડેવિડ સર, ઘણાં અપસેટ થઇ ગયા હતા અને મને ચીસો પાડીને કહેવા લાગ્યા હતા કેમ કે હું તો મારા શોટ માટે તૈયાર થઇ ગઇ હતી અને હું મારા વસ્ત્રોને જરાક સરખા કરી રહી હતી. અને ત્યારે તો વાત કરવાનો સમય હતો.' આમ છતાં આ સ્ટોરી બીજું ઘણું બધું છે. આ અંગે સારા અલી ખાન કહે છે કે કેવી રીતે મારા સહકલાકાર વરુણ પર આળ આવવા દઉ.
'તે (વરુણ) વેનમાં કંઇક કોસ્ચ્યુમ બિઝનેશ અંગે વાત કરતો હતો અને ડેવિડ સર તેના પર અપસેટ થઇ ગયા કેમ કે તેને લીધે શુટિંગમાં મોડું થતું હતું. આથી, બેઝિકલી તેઓ વરુણ પર ગુસ્સે થયા હતા, પણ ઠપકો મને આપ્યો. આ મુદ્દો તો પતી ગયો અને અંતે બધા સારાવાના થયા,' એમ સારાએ વાતો પૂરી કરતા જણાવ્યું.
વરુણ અને સારાને ચમકાવતી આ ફિલ્મમાં અન્ય કલાકારો પરેશ રાવલ, રાજપાલ યાદવ, જાવેદ જાફરી અને જહોની લીવર છે. વરુણની સાથે આ કલાકારો પણ દર્શકોને હસાવસે 'કુલી નં.૧' ફિલ્મનો વૈશ્વિક પ્રીમિયર એમેઝોન પ્રાઇમ વીડિયો પર ૨૫ ડિસેમ્બરે થશે આમ વર્ષના અંત સાથે દર્શકોના હાસ્ય સાથે દુ:ખદ વર્ષ પણ પૂર્ણ થાય એવી આશા રાખવામાં આવે છે.
૨૦૧૮માં 'કેદારનાથ' ફિલ્મથી બોલીવૂડમાં આગમન કરનારી સારા અલી ખાન પહેલેથી જ ફિલમોની પસંદગી બાબત ચોકસું વલણ ધરાવે છે, એ ગમે તેવી, સત્વ વગરની ફિલ્મોથી તો દૂર જ રહે છે અને વધુ સારી ભૂમિકા ન હોયતો તેનો નન્નો ભણવામાં કોઇ સંકોચ કે શરમ નથી રાખતી. ૨૫ ડિસેમ્બરે તેની વરુણ ધવન સાથેની ફિલ્મ 'કુલી નં.૧' રિલિઝ થઇ રહી છે, જે વર્ષો પહેલા ગોવિંદા- કરિશ્માની ફિલ્મ રિલિઝ થઇ હતી તેની રિ-મેક છે. જોકે થોડા દિવસથી સારા અલી ખાન પર આ ફિલ્મમાં કરિશ્મા કપૂરની નકલ કરી હોવાનું આળ મુકવામાં આવી રહ્યો છે. જોકે આવા આક્ષેપોથી સારા અલીની આંખ ચાર થઇ ગઇ છે.
'કુલી નં.૧' માં કરિશ્માએ જે ભૂમિકા ભજવી હતી તેને સારા અલી ખાન અને ગોવિંદાએ જે ભૂમિકા ભજવી હતી તેને વરુણ ધવન ભવી રહ્યો છે. સારા અલી ખાન તો કરિશ્મા કપૂર અંગે કહે છે કે, 'એ તો આઇકોનિક સ્ટાર છે. તેમણે તો '૯૦ ના દાયકાના દર્શકોને પોતાના અભિનયથી અભિભૂત કર્યા હતા. આથી હું નથી માનતી કે હું તેમના શૂઝમાં પગ નાખી શકું. બેશક આથી જે રિમાર્ક અને સરખામણી થાય છે, એ ટાળી શકાય એવી છે. એની કોઇ જરૂર જ નથી. હું તો માનું છું કે તેમની નકલ કરવી કે અનુકરણ કરવું કોઇ રીતે શક્ય જ નથી. અને એવું હું કરું પણ શા માટે ? એનાથી વિશેષ, તો હું મારારોલમાં જ નવી તાજગી નહીં રેકું. મને વરુણ સાથે કામ કરવાની મજા આવી આથી ફિલ્મમાં મારી કેમેસ્ટ્રી તેની (વરુણ) સાથે ઘણી મળતી આવી છે. આથી મારે કરિશ્માની કોપી કરવાની કોઇ જરૂર જ નથી, એમ સારા અલી ખાને જણાવ્યું છે.
જોકે અફવા અને હકીકત શું છે તેની જાણ તો ફિલ્મ રિલિઝ થતાં બધાને જ ખબર પડી જશે. ત્યાં સુધી તો બધાએ શાતિ જાળવવીપડશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gAEXAV
ConversionConversion EmoticonEmoticon