- નબળો પડી રહેલો ડોલર ફોરેન ઇન્સટીટયુશનલ ઇન્વેસ્ટરો (એફએફઆઇ) ની એન્ટ્રી માટે કારણભૂત
શેર બજારમાં ફૂંકાઇ રહેલા તેજીના પવન વચ્ચે નિફટીની ચાલ જોવાનું રસપ્રદ બની રહેશેે. ૨૦૦૯ના વર્ષથી અત્યાર સુધી પ્રાઇસ અપવર્ડ ચેનલમાં ચાલી છે. ડિસેમ્બર ૨૦૨૦ના પ્રથમ અઠવાડીયામાં પણ ચેનલ તોડીને વર્ટીકલ રાઇઝ જોવા મળ્યા હતા. ઇન્ડેક્સની તેજીનો વોલ્યુમને પણ અપવર્ડ ટ્રેન્ડને ટેકો મળ્યો હતો.
આરએસઆઇ ઓવરબોટ ઝોનની મર્યાદામાં એટલેકે ૭૦ના લેવલથી ઉપર જોવા મળ્યો હતો. એવીજ રીતે એમએસીડી પોઝીટીવ ઝોનમાં જોવા મળ્યા હતા અને તેની અપવર્ડ મુવમેન્ટ જારી રહી હતી.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે નબળા પડી રહેલા ડોલર ફોરેન ઇન્સટીટયુશનલ ઇન્વેસ્ટરો (એફએફઆઇ)ની એન્ટ્રી માટે કારણભૂત રહ્યા હતા. વિકલી અને ડેઇલી ઇન્ડેક્સ પણ વધુ પડતો ખેંચાતો જોવા મળ્યો હતો.
રોકાણકારોએ વીકલી ચાર્ટનું અવલોકન કરવું જરૂરી હોય છે. વર્તમાન સંજોગોમાં રોકાણકારોેએ સંપૂર્ણપણે સ્ટોક સ્પેસીફીક એપ્રોચ રાખવો જરૂરી છે. પૂરતી લિક્વીડીટીના કારણે લિવરેજ શોેર્ટ એક્સપોઝરથી દુર રહેવું જોઇએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hkJFTX
ConversionConversion EmoticonEmoticon