લાખો પ્રયત્નો કરો અને હજારો યોજનાઓ કરો પણ જ્યા સુધી ભારતમા ૪૨.૫ ટકા લોકો ખેતીવાડી પર નભે છે અને તેઓનો જીડીપીમા ફાળો ૪૨.૫ ટકા હોવો જોઇએ તેને બદલે તે માત્ર ૧૭.૩ ટકા જ હોય તે ચલાવી જ ના લેવાય. ચીનમા પણ ઇ.સ. ૧૯૭૮માં તેણે ઔદ્યોગીક ક્રાંતિ કરી ને હજી સુધી ચાલુ છે અને હવે ચીનમા માત્ર ૨૬ ટકા વર્ક ફોર્સ તેના ખેતીક્ષેત્રમા રોકાયેલો છે. ચીને તેના કરોડો લોકોમાં ખેતીવાડી ક્ષેત્રમાંથી મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં અને ગામડામાંથી શહેરોમા સ્થળાંતિરત કર્યા અને માત્ર ૪૦ વર્ષના ગાળામાં તે જગતનું જીડીપીની દ્રષ્ટિએ બીજા નંબરનું રાષ્ટ્ર બની ગયું અને હવે અમેરીકા તેની હરીફાઇથી ગભરાય છે. આનુ મુખ્ય કારણ એ છે કે તમે ગમે તેટલી મહેનત કરો તો પણ ખેતીક્ષેત્રનું વેલ્યુ એડેડ મેન્યુફેકચરીંગ કે સર્વીસ સેકટરના વેલ્યુ પેડેડથી ઘણુ નીચું હોય છે. દા.ત. ભારતના ખેતીવાડી ક્ષેત્રમાં દરેક કામ કરનાર ખેડૂત કે ખેતમજૂરી સરાસરી ૪૧,૬૨૧ રૂપિયાની વેલ્યુ ઉમેરે છે જ્યારે ભારતના ઉદ્યોગ ક્ષેત્રમાં વેલ્યુ એડેડ તેનાથી અધધ વધારે ૧,૨૫,૨૩૧ રૂપિયા છે અને ટ્રેડ, કોમર્સ, બેકીંગ, ફાયનાન્સ જેવા સેવા ક્ષેત્રોમાં દરેક કામ કરનાર વ્યક્તિનો જીડીપીમા સરાસરી ફાળો ૧,૬૪,૫૬૯ રૂપિયા છે. ગ્રીન રીવોલ્યુશન એ ભારતમાં બનેલી જબરજસ્ત આર્થિક ઘટના છે પરંતુ યાદ રાખો કે તેને કારણે ભારતમાંથી દુકાળ અને ભૂખમરો નાબૂદ થયા પરંતુ ભારતમાંથી બહુઆયામી ગરીબી ગઇ નથી.
ભારતમાં ગરીબી ચાલુ ઃ માત્ર ગરીબી એટલે બહુ જ ઓછી દૈનિક આવક (૧.૯૦ ડોલરથી નીચી) જેના કુટુબનું આ સરાસરી દૈનિક આવકમા પૂરૂ ના થાય પરંતુ બહુઆયામી ગરીબી એટલે ગરીબ કુટુંબનું માત્ર પેટ ભરાય એટલી દૈનીક સરાસરી આવક નહી પરંતુ ગરીબને તેનુ ઘર હોવું જોઇએ, ઘરમાં કે ઘરની તદ્દન નજીક નળના પાણીની કે પંપની સગવડ હોવી જોઇએ. રાંધણ ગેસ તેમજ વીજળીની સગવડો તેમજ લેટ્રીનની અલાયદી સગવડ પણ મળે અને ગરીબ લોકોને મફત કે તદ્દન કીફાયત ભાવે શીક્ષણ અને તબીબી સારવારની પણ સગવડો હોવી જોઇએ.
ભારતના સર્વીસ સેકટરમા પ્રમાણમાં શીક્ષીત લોકોનું મોટુ પ્રમાણ છે. ભારતનાં સર્વીસ સેકટર કુલ વર્ક ફોર્મના ૩૩.૫ ટકા લોકો કામ કરે છે પરંતુ તેઓનો જીડીપીમા ફાળો ૫૩.૭ ટકા છે અને આ ક્ષેત્રનો વિકાસ ૭.૬ ટકાના પ્રશંસનીય દરે થઇ રહ્યો છે. ભારતનું કૃષિક્ષેત્ર જગતના દુધ ઉત્પાદન અને કેળાના ઉત્પાદનમાં ભલે નંબર ૧ પર હોય પરંતુ આ માદલું પાદલું કૃષિ ક્ષેત્રને અનાજનું ઉત્પાદન કરવા માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની મદદ ખાતરની સબસીડી દ્વારા કરવી પડે છે. હવે પાછા આ વર્ષે આટલી રકમ ઓછી હોય તેમ ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમાં લગભગ ૬૦,૦૦૦ કરોડની રકમની સબસીડી ઉમેરવામાં આવી છે વિચાર કરો કે આટલી મોટી રકમ ભારતના સ્વાસ્થ્ય અને શીક્ષણ ક્ષેત્રે તેમના ચાલુ બજેટમા ઉમેરવામા આવે તો કદાચ ભારતમા સ્વાસ્થ્ય અને શીક્ષણની સેવાઓ ગરીબોને પણ પોષાય તેવા ભાવે મળે. આ ઉપરાંત સરકાર મનરેગા પાછળ પણ જે રકમ ખર્ચે છે તે ગામડાના લોકોને રોજગારી મળે તે માટે છે. આ યોજના શહેરીજનો માટે નથી. સરકારની લોકરંજની શૈલી આ બધામા હદ તો ત્યારે થઇ ગઇ કે જ્યારે એક લોકરંજની યોજના હેઠળ ભારતના વડાપ્રધાને દેશના ૧૨ કરોડ ખેડૂતોને વર્ષે ૬૦૦૦ રૂપિયા (૨૦૦૦ રૂપિયાના ત્રણ હપ્તામાં) લેખે કુલ ૭૨ કરોડ રૂપિયાની લહાણી આપવાનું નક્કી કર્યું અને આ ૧૨ કરોડની સંખ્યા પણ ૧૪ કરોડની કરી દેવાઈ અને તેમને મફત નાણા આપવાનું બજેટ ૮૪,૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયું. આ તમામ નાણા શીક્ષણ (નવી કોલેજો અને શાળાઓ), સ્વાસ્થ્ય (નવી હોસ્પીટલો નવી મેડીકલ કોલેજો, નવી નર્સીંગ કોલેજો, વગેરે) પાછળ ખર્ચાયા હોત તો ભારત કલ્યાણ રાજ્યમાં ફેરવાઈ જાત.
સરકારોની લોકરંજની શૈલીને કારણે ભારતની લોકશાહી સામાન્ય જનને સારૂ જીવન જીવવા માટે યોગ્ય સગવડો પહોંચાડી શક્તી નથી. પશ્ચિમના દેશોએ લોકશાહીનો ઉપયોગ કલ્યાણવાદી રાજ્યો (ફર્સ્ટ રેટ શીક્ષણ અને ફર્સ્ટ રેટ તબીબી સેવાઓ અને ફર્સ્ટ રેટ બેરોજગારી ભથ્થું અને ઓલ્ડએજ પેન્શન) સ્થાપવામાં કર્યો છે. ભારત પણ ખોટા લોકરંજની ખર્ચા બંધ કરે અને વસતી વધારાને સંપૂર્ણ કાબુમાં રાખે તો તેમ કરી શકે છે. એક અંદાજ પ્રમાણે ઇ.સ. ૨૦૨૬મા ભારતની અને ચીનની વસતી ૧૪૬ કરોડ પર પહોંચી જશે અને તે પછી ભારત જગતનો સૌથી વધુ વસતીવાળો દેશ બની જશે. વોટ એ શેમ!!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mNnh6I
ConversionConversion EmoticonEmoticon