પ્ર ભુ ઇસુ આ દુનિયા ઉપર તેમના પ્રેમનું સામ્રાજ્ય સ્થાપવા આવ્યા હતા.
પવિત્ર ગ્રંથ બાઈબલ જણાવે છે કે ઇશ્વરે જગત ઉપર એવો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકમાત્ર પુત્ર (ઇસુ)ને આપ્યા. એ સારૂ જે કોઈ તેમના નામ ઉપર વિશ્વાસ કરે તેમનો નાશ ના થાય પણ તેઓ અનંતજીવન- શાશ્વતજીવન પ્રાપ્ત કરે. અને એ પુત્રે (ઇસુએ) માનવજાત ઉપર એવો પ્રેમ કર્યો કે પોતાના પડનું સંપૂર્ણ બલિદાન આપ્યું. હા એ વધસ્તંભનું ક્રુર અને શરમજનક મૃત્યુ સહન કર્યું, કે જેથી સમગ્ર માનવજાત પાપની માફી અને મોક્ષ પ્રાપ્ત કરે. કારણ ઇશ્વર પ્રેમ સ્વરૂપ છે.
પવિત્ર ગ્રંથ બાઈબલ જણાવે છે કે કેવા સંજોગોમાં ઇશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો ? પવિત્ર ગ્રંથ બાઈબલ જણાવે છે કે માણસના આજ્ઞાાભંગ પાપના કારણે પ્રેમાળ ઇશ્વરથી દૂર ગયો. ઇશ્વરનો શત્રુ બન્યો હતો. આપણામાં કોઈ લાયકાત નહોતી કે કોઈ યોગ્યતા નહોતી. પાપના કારણે આપણો નાશ નિર્મિત થઈ ગયો હતો. એવી કરુણ દયાજનક સ્થિતિમાં પ્રેમાળ ઇશ્વરે આપણી ઉપર પ્રેમ કર્યો. મહાન ઇશ્વર દેહ ધારણ કરી મનુષ્ય બની આ દુનિયામાં આવ્યા અને વધસ્થંભનું ક્રુર અને શરમજનક મૃત્યુ સહન કરીને માનવજાતને મૃત્યુની ભયંકર શિક્ષામાંથી મુક્ત કરી અનંતજીવન- શાશ્વતજીવનની મહાન ભેટ આપી. કારણ ઇશ્વર પ્રેમ સ્વરૂપ છે.
કેવા પ્રેમાળ ઇશ્વરપિતા ! કેવા પ્રેમાળ મુક્તિદાતા ઇસુ ! હા, એ પ્રેમ સ્વરૂપ ઇસુ જગતમાં આવ્યા. તેમના સમગ્ર જીવન દરમ્યાન તેમણે અનેક ભલાઈ, દયાના અને સેવાના કાર્યો કર્યા. તેમનું સમગ્ર જીવન પ્રેમ, દયા અને કરુણાથી સતત છલકાતું હતું. તેઓ જ્યાં કાંઈ ગયા ત્યાં ભલાઈ અને દયાના કામોજ કર્યા, જેથી યહુદી સમાજના આગેવાનોને તે ગમ્યુ નહી અને તેઓ તેમનો વિરોધ કરવા લાગ્યા અને છેવટે વધસ્થંભ ઉપર તેમને મારી નાખ્યા. એ વધસ્તંભનું ક્રુર અને શરમજનક મૃત્યુ તેમણે હસતે મુખે સહન કર્યુ અને એવી ભયંકર શારિરીક માનસિક યાતના વેઠતાં તેમણે તેમને દુઃખ દેનારાઓને માફ કર્યા. તેમના તારણ-ઉધ્ધાર માટે પ્રાર્થના કરી. 'હે ઇશ્વર પિતા તમો તેઓને માફ કરો, કારણકે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.'
એ પ્રેમના પ્રભુના મહાન પ્રેમથી રંગાઈને મધર ટેરેસાએ પણ પોતાનું વ્હાલું વતન આલ્બેનિયા છોડીને ભારત આવ્યા. ભારત દેશને પોતાની કર્મભૂમિ-વતન બનાવી કલકત્તામાં માંદા, દુઃખી, લાચાર, પીડીતોની સેવા કરતાં સમગ્ર જીવન સેવામાં ખર્ચી નાખ્યું. (યોહાન ૧૩ઃ૩૪-૩૫) 'પ્રભુ ઇસુ ખ્રિસ્ત કહે છે, મારાં બાળકો હું તમોને નવી આજ્ઞાા આપું છું કે જે જેવા પ્રેમ મેં તમારી ઉપર કર્યો, એવો જ પ્રેમ તમો એક બીજા ઉપર કરો. ત્યારે જ દુનિયા જાણશે કે તમે મારા લોક-મારા શિષ્ય છો.' પવિત્ર ગ્રંથ બાઈબલ જણાવે છે કે,' મારી પાસે વિશ્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાયકાતો, ડીગ્રીઓ હોય. દરેક બાબતમાં સર્વ સંપન્ન હોવું, પરંતુ જો મારામાં પ્રેમ ના હોય તો તે સર્વ-વ્યર્થ-અર્થહીન છે.'
પવિત્રગ્રંથ બાઈબલ જણાવે છે કે જેઓ ઘણા મિત્રો કરે છે તેઓ દુઃખ વહોરે છે. પરંતુ એક જ એવો મિત્ર છે જે ભાઈના કરતાં વધુ નિક્ટનો સંબંધ રાખે છે એ મિત્ર તો પ્રભુ ઇસુ ખ્રિસ્ત છે.
કેવું આશ્ચર્ય ! કેવું અદ્ભુત !
મુક્તિદાતા ઇસુનો દુનિયામાં- વિશ્વમાં આવવાનો આ એકમાત્ર ઉદેશ હતો. તેની સફળતા આપનાં પ્રત્યુત્તર ઉપર આધાર રાખે છે. મહાન પ્રેમાળ ઇશ્વરપિતા આ સનાતન સત્ય સમજવા તેને આધિન થવાં આપને તેમની સ્વર્ગિય કૃપા જ્ઞાાન ડહાપણ પમાડે એ જ નમ્ર હૃદય પ્રાર્થના સાથે શુભેચ્છા.
આનંદી નાતાલ અને નૂતનવર્ષની આપ સર્વને પ્રેમી સલામ સાથે શુભકામના.
- પાસ્ટર સદ્ગુણ ક્રિસ્ટી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34DuUq2
ConversionConversion EmoticonEmoticon