સલમાન ખાન આ વરસે પોતાનો જન્મદિવસ નહિં ઉજવે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.22 ડિસેમ્બર 2020, મંગળવાર

સલમાન ખાનનો જન્મદિવસ ૨૭ ડિસેમ્બરના રોજ આવે છે. આ દિવસે તે પોતાના ફાર્મહાઉસમાં મસમોટી પાર્ટી રાખે છે. જેમાં બોલીવૂડની મોટા ભાગની હસ્તીઓ સામેલ થાય છે. આ વરસે તે પોતાનો ૫૫મા જન્મદિવસની ઊજવણી કરે તેની શક્યતા નહીંવત છે.

અભિનેતાના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે, આવું પહેલી વખત થશે કે સલમાન પોતાનો બર્થ ડે ઊજવવા માટે ફાર્મ હાઉસ જવાનો નથી. મને નથી લાગતુ ંકેઆ વખતે દર વરસની માફક સેલિબ્રેશન થાય. ઘણા મીડિયા રિપોર્ટસમાં એવું જણાવાયુ છે કે, સલમાન પોતાના જન્મદિવસની નાનકડી પાર્ટી રાખવાનો છે.પરંતુ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ વરસે આવું કાંઇ થવાનું નથી. આ વરસે સલમાન પોતાના બર્થ ડે અને નવા વરસના દિવસે પોતાની આવનારી  અંતિમઃ ધ ફાઇનલ ટૂથના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. આ દરમિયાન સેટ પર નાનકડી પાર્ટી થાય તેવી સંભાવના છે. 

૨૦૨૦નું  સાલ કોરોના મહામારીનું રહ્યું હોવાથી તે થી ઘણા કલાકારોએ પોતાના ફેન્સને પણ બર્થ ડેનું સેલિબ્રેશન ન કરવાની સલાહ આપી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KxcwbF
Previous
Next Post »