રકુલપ્રીત સિંહ કોરોનાના સપાટામાં આવી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.22 ડિસેમ્બર 2020, મંગળવાર

રકુલપ્રીત સિંહ કોરોના વાયરસની ચપેટમાં આવી ગઇ છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે. 

રકુલે શેર કરતાં લખ્યું છે કે, મને કોરોના પોઝિટિવ આવ્યો છે. મેં સ્વયંને ક્વોરોનટાઇન કરી લીધી છે. તેમજ મારી તબિયત સારી છે. હું આરામ કરી રહી છું. મારા સંપર્કમાં જેઓ પણ આવ્યા હોય તેમને મારી વિનંતી છે કે, તેઓ પણ પોતાની ટેસ્ટ કરાવી લે. 

રકુલ કોરોનાના સપાટામાં આવ્યા તે પહેલા મે ડેનું શૂટિંગ કરી રહી હતી. જેમાં તેનો રોલ એક પાયલટનો છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગણ અને અમિતાભ બચ્ચન કામ કરી રહ્યા છે. આ ફિલ્મનો ડાયરેકટર અને પ્રોડયુસર અજય દેવહણ છે. 

ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પહેલા રકુલપ્રીત સિંહ, દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરની એનસીબીએ ડ્રગ્સના મામલે પુછતાછ કરી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hbfcaN
Previous
Next Post »