બાસ્કેટબોલના સુપરસ્ટાર બ્રાયન્ટનું હેલિકોપ્ટર ક્રેશમાંં મૃત્યુ


બાસ્કેટબોલની રમતના સુપરસ્ટાર કોબી બ્રાયન્ટ અને તેની ૧૩ વર્ષની પુત્રી જીએન્નાનું હેલિકોપ્ટર અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતુ. અમેરિકાની હાઈપ્રોફાઈલ લીગ એનબીએમાં બે દાયકાની કારકિર્દી દરમિયાન કોબી બ્રાયન્ટે સિધ્ધિના અનેક સીમાચિહ્નો સર કર્યા હતા. તે બે વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી અમેરિકાની ટીમનો સભ્ય રહી ચૂક્યો હતો. 'બ્લેક મામ્બા' તરીકે ઓળખાતા કોબીને બાસ્કેટબોલના ઓલ-ટાઈમ સુપરસ્ટાર્સમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

૪૧ વર્ષનો બ્રાયન્ટ તેની ૧૧ વર્ષીય પુત્રી જીએન્ના અને અન્ય કેટલાક વ્યક્તિઓની સાથે ૨૬મી જાન્યુઆરીએ હેલિકોપ્ટરમાં પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે કેલિફોર્નિયાના કાલાબાસસ ખાતે આ દુર્ઘટના સર્જાઈ હતી. બ્રાયન્ટ અને તેની પુત્રીની સાથે બેઝબોલ કોચ જોન અલ્ટોબેલી સહિતના હેલિકોપ્ટરમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા. અમેરિકન બાસ્કેટબોલ જગતે કોબી અને તેની પુત્રીની સાથે અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામને ભારે હૈયે શ્રદ્ધાંજલી આપી હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WXeIM2
Previous
Next Post »