મૂંઝવણ : હું ૨૨ વર્ષનો છું. છેલ્લા બે વરસથી મારા કાકાની પિત્રાઈ સાળીના પ્રેમમાં છું.

હું ૨૨ વર્ષનો છું. છેલ્લા બે વરસથી મારા કાકાની પિત્રાઈ સાળીના પ્રેમમાં છું. તે લગ્ન કરવા માટે મને પત્રો લખે છે.  તો મારે શું કરવું તે જણાવવા વિનંતી.

મારી ઉંમર ૫૦ વર્ષ છે. મારા જીવનમાં મેં પારાવાર દુઃખનો અનુભવ  કરેલો છે અને કરી રહી છું. પંદર વર્ષની હતી ને મારાં લગ્ન થયાં હતાં. ૨૦ વર્ષે તો ત્રણ પુત્રોની માતા બની ચૂકી હતી. પતિ સ્વાર્થી અને લહેરી સ્વભાવના હતા. તેમણે મારી ક્યારેય ચિંતા કરી નહોતી. હું પ્રેમ માટે તરસતી ત્યારે તેઓ અન્ય સ્ત્રીઓ સાથે રંગરેલિયા મનાવતા હતા. હું રોકવાનો પ્રયાસ કરતી તો મને માર પડતો. આખરે એક સ્ત્રી સાથે લગ્ન કરી ઘેર લઈ આવ્યા. મારા પર આફતોનો પહાડ તૂટી પડયો. મેં ખૂબ પ્રયાસ કર્યો છતાં તેઓમાં કશો સુધારો ન થયો. બાળકોના ઉછેર માટે મેં સેલ્સગર્લ્સની નોકરી કરી. મારા પતિ મારા પર સિતમ ગુજારતા રહ્યાં. આખરે બાળકો સાથે પિયર આવતી રહી. એક ફેક્ટરીમાં નોકરી કરી સંતાનોને ભણાવ્યાં ગણાવ્યાં. મોટા થતાં તેઓનાં લગ્ન કરી આપ્યાં. બાળકો પણ મારાં રહ્યાં નહીં. ત્રણેય પુત્રો તેમની પત્નીઓને લઈને અલગ થઈ ગયાં.

હું જે ફેક્ટરીમાં કામ કરતી હતી ત્યાં મારી સાથે કામ કરતા એક સહકર્મચારી મારી આ સ્થિતિ જોઈ શક્યાં નહીં. તેમને મારા પર દયા આવી. તેઓ મારા ઘરે જતા આવતા થયાં. અમે એકમેક પ્રત્યે આકર્ષાયાં. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો. બદનામી ન થાય એ માટે અમે એક મંદિરમાં જઈ લગ્ન કરી લીધાં. તેની પત્ની કાયમ બીમાર રહે છે.  તેઓ મને તેમની સાથે રહેવાનું કહે છે, પરંતુ મારું મન માનતું નથી. કારણ એક પુરુષે તો મને છેતરી છે, ફરી મારી સાથે આવું બને તો? એ ભય મને પજવે છે. મારે શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપશો?

- એક સ્ત્રી (અમદાવાદ)

* તમે નોકરી ચાલુ રાખશો સાથે પેલા સાથે સંબંધ જાળવી રાખો. પરંતુ એ વ્યક્તિના આશ્રિત ન બનશો કારણ કે જો તમે આશ્રિત બનશો તો તે તમને તંગ કરશે. જ્યાં સુધી તમારી સાથે વિધિસર લગ્ન ન કરે ત્યાં સુધી તેની સાથે રહેશો  નહીં. મંદિરમાં લગ્ન કર્યાનો કોઈ અર્થ નથી. 

હું ૨૨ વર્ષનો યુવાન છું,  થોડા સમયથી   હું કમજોરી મહેસૂસ કરું છું. મને વારંવાર તાવ આવે છે. શરદી-ખાંસીનો પણ કોઠો છે. મારા મિત્રો કહે છે કે આ બધાં એઈડ્સના લક્ષણો છે. મેં કોન્ડોમ વગર મારી ગર્લફ્રેન્ડ સાથે શરીરસુખ માણ્યું છે. શું ખરેખર મને એઈડ્સ થયો હશે? હું ખૂબ જ ટેન્શનમાં છું, મને જલદી જવાબ આપવા વિનંતી.

- એક યુવક (વલસાડ)

* શરીરનું વજન દસ ટકા ઓછું  થઈ જવું, પાતળા જુલાબ થઈ જવા અને તાવ આવવો વગેરે એચઆઈવી પોઝિટીવ (એઈડ્સ)નાં મુખ્ય લક્ષણો છે. એઈડ્સ થવાનો હોય તો શરૂઆતમાં આ ત્રણેય લક્ષણો દેખાય છે.

અજાણી વ્યક્તિ સાથે સમાગમ કરો ત્યારે કોન્ડોમ (નિરોધ) પહેરવું જરૂરી છે,  કારણ કે એક વ્યક્તિ જો તમારી પાસે આવી શકે તો બીજે પણ જઈ શકે છે એમ સમજીને આગળ વધવું.

તમે જણાવ્યાં છે એ એચઆઈવી પોઝિટીવ (એઈડ્સ)નાં લક્ષણો નથી.  તેમ છતાં એક વાર મગજમાં વહેમ આવ્યો છે એટલે કોઈ પણ સારી લેબોરેટરીમાં જઈને એચઆઈવીની ટેસ્ટ કરાવી લેવી. કોઈ પણ મ્યુનિસિપલ કે ગવર્નમેન્ટ હોસ્પિટલમાં માત્ર દસ રૂપિયામાં અને તમારી કોઈ પણ ઓળખ આપ્યા વગર ઉત્તમ પ્રકારે આ ટેસ્ટ થઈ શકે છે. આજની તારીખમાં એઈડ્સનો કોઈ ઈલાજ નથી. એજ્યુકેશન એકમાત્ર એની વૅક્સિન છે અને સાવચેતી એકમાત્ર ઉપાય છે.

હું ૨૨ વર્ષનો છું. છેલ્લા બે વરસથી મારા કાકાની પિત્રાઈ સાળીના પ્રેમમાં છું. તે લગ્ન કરવા માટે મને પત્રો લખે છે. પરંતુ નોકરી લાગે નહીં ત્યાં સુધી હું લગ્નની જવાબદારી ઉપાડવા માગતો નથી. મારા ઘરમાં મેં કોઈને આ વાત કરી નથી. તો મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવક (વલસાડ)

સૌ પ્રથમ તો તમે નોકરી શોધવાનો પ્રયત્ન કરો. લગ્ન પછી આવતી જવાબદારીઓ ઉપાડવા માટે આર્થિક રૂપે પગભર થવું જરૂરી છે. આ છોકરી તમારી કાકાની પિત્રાઈ સાળી છે. આથી તેની સાથે લગ્ન કરવામાં તમને કોઈ વાંધો આવશે નહીં. કારણ કે, એની સાથે તમારે નજીકની સગાઈ નથી. એ છોકરી તમને પ્રેમ કરતી હશે તો તે તેના પરિવારને પણ લગ્ન માટે રાજી કરી લેશે. પરંતુ હમણા આ બાબતે ચિંતા કરવાને બદલે તમે નોકરી કરીને આત્મનિર્ભર બનવાની ચિંતા કરો. કારણ કે આર્થિક સ્થિતિ સુરક્ષિત હશે તો તમને તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરતા કોઈ રોકી શકશે નહીં. 

- અનિતા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rD2PZI
Previous
Next Post »