આ વર્ષમાં અનેરી સિદ્ધિઓ હાંસલ કરનારી ભારતીય મહિલાઓ

મહિલા જગત : ગુડબાય : 2020

૨૦૨૦માં કોરોના મહામારીને કારણે મહિલાઓને ઘરમાં રહેવાની નોબત આવી હતી પણ આ છ મહિલાઓએ આ કોરોનાકાળમાં પણ તેમની લગન દ્વારા સમાજમાં ફરક પાડવામાં સફળતા મેળવી છે. 

ઇલાવેનિલ વાલારિવનથ એર રાયફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ 

ફિક્કી દ્વારા સ્પોર્ટસ પરસન ઓફ ધ યરનો એવોર્ડ મેળવનાર ઇલાવેનિલ વાલારિવનની આ વર્ષે ઓલિમ્પિકસ માટે ક્વોલિફાઇડ થઇ હતી પણ કોરોના મહામારીને કારણે રમતોત્સવ મુલતવી રહ્યો છે. તમિલનાડુના કડ્ડલોરની વતની ઇલાવેનિલે ૨૦૧૮માં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનનો જુનિયર વર્લડ કપ જીત્યો હતો. દસ મીટર એર રાયફલ ઇવેન્ટમાં તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૬૩૧.૪નો સ્કોર કરી ઇતિહાસ સર્જયો હતો. એ પછી ૨૦૧૯માં પણ તેણે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. છેલ્લે ૨૦૨૦માં શેખ રસેલ ઇન્ટરનેશનલ એર રાયફલ ચેમ્પિયનશીપમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે. 

શ્યામલી હાલદાર- એર ટ્રાફિક કન્ટ્રોલ વિભાગમાં પ્રથમ મહિલા બોસ

અત્યાર સુધી પુરૂષોનો ગઢ મનાતા એર ટ્રાફિક કન્ટ્રોલ-એટીસી-ના વડા તરીકે શ્યામલી હાલદારે ગયા સપ્તાહે કોલકાતામાં જનરલ મેનેજર તરીકે હોદ્દો સંભાળી નવો ચીલો ચાતર્યો છે. ૩૦ વર્ષ અગાઉ નવ મહિલા ટ્રાફિક કન્ટ્રોલરની પ્રથમ બેચની હિસ્સો રહેલી શ્યામલીએ આ ક્ષેત્રમાં લાંબો સમય પ્રદાન કર્યું છે. અલ્હાબાદમાં આવેલી સિવિલ એવિએશન ટ્રેનિંગ કોલેજમાં તાલીમ મેળવનાર શ્યામલીને ૧૯૯૧માં કોલકાતામાં જ પહેલું પોસ્ટિંગ મળ્યું હતું. તેની સાથેની બેચ મેટ આર્યમા સન્યાલ હાલ ઇન્દોરમાં ડાયરેકટર ઓફ ઇન્દોર એરપોર્ટ તરીકે કામ કરે છે.  

સીંગલ મધર શ્યામલીને એક પુત્રી છે. તેનો સાદો મંત્ર છે ઘરનું ટેન્શન કામ પર નહીં લઇ જવાનું અને કામનું ટેન્શન ઘરમાં નહીં લઇ જવાનું. આજે શ્યામલી હાલદાર ૩૦૦ કન્ટ્રોલરની ટીમને મેનેજ કરે છે. 

અમનપ્રીત-પેડવુમન  

ઇન્ડિયન રેવન્યુ સવસની આ મહિલા અધિકારી અમન પ્રીતને જ્યારે જાણ થઇ કે રોજ મજૂરી કરતી મહિલાઓને સેનિટરી નેપકિન્સ મળતાં નથી. ત્યારે તેમણે આ કામ કરવાનું સાહસ કર્યું અને આજે સત્તર રાજ્યોમાં તેમણે સાડા બાર લાખ પેડ વિતરિત કર્યા છે. હાલ આવકવેરા વિભાગમાં જોઇન્ટ કમિશનર તરીકે નવી દિલ્હીમાં કામ કરતાં અમન પ્રીતનો જન્મ લુધિયાણામાં થયો હતો. ૨૦૧૦ની બેચની આ મહિલા અધિકારી મધ્યમવર્ગના પરિવારમાં લાડકોડથી ઉછર્યા છે. તેમને જ્યારે એક મહિલાએ જણાવ્યું કે મેં સેનિટરી નેપકિન્સ જોયા પણ નથી. ત્યારે તેમને શું પ્રતિભાવ આપવો તે જ સમજ પડી નહોતી.  

હપંજાબમાંથી પોતાનું કામ શરૂ કરનાર અમનપ્રીત આજે સત્તર રાજ્યોમાં તેમનું સેનિટરી પેડ વહેંચવાનું કામ કરે છે. તેમના મુશ્કેલ કામનો અંદાજ એ વાત પરથી આવે છે કે અરૂણાચલ પ્રદેશમાં એક અંતરિયાળ ગામમાં પોલીસવાનને પહોંચતા ૪૮થી ૭૨ કલાક લાગે છે. આ સમસ્યા નિવારવા માટે તેમણે વેન્ડિંગ મશીન બેસાડવાનું નક્કી કર્યું છે. અમનપ્રીતના જણાવ્યા અનુસાર ત્રણ સમસ્યા મુખ્ય છે, એક, ઉપલબ્ધતાનો અભાવ, બે, ઉંચા દામ અને પોસાણ, ત્રણ તેને સામાજિક કલંક ગણવાની માનસિકતા. 

બાલા દેવી : યુરોપિયન ફૂટબોલ લીગમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલા

વિદેશમાં પ્રોફેસનલ ફૂટબોલ કોન્ટ્રેક્ટ મેળવનાર ન્ગાનગોમ બાલાદેવી પ્રથમ ભારતીય મહિલા બની છે. રેન્જર્સ એફસી વતી રમતાં તેણે મધરવેલ સામે ૮૫મી મિનિટમાં ગોલ કરી યુરોપિયન ફૂટબોલ લીગમાં પ્રથમ ગોલ કરનારી ભારતીય મહિલા પણ બની છે. તેની ટીમે ૯-૦થી આ મેચ જીતી હતી. 

મણિપુરની વતની બાલા દેવીએ પંદર વર્ષે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જાન્યુઆરી ૨૦૨૦માં તેણે આ ઓવરસીઝ કોન્ટ્રેર્ટ સાઇન કર્યો હતો. સ્કોટિશ વિમેન્સ પ્રિમિયર લીગ કલબમાં તે ફોરવર્ડ ખેલાડી તરીકે રમતી હતી. ૨૦૧૬માં એસએએફએફ ચેમ્પિયનશિપમાં ભારતે ત્રીજીવાર ટાઇટલ જીત્યું ત્યારે બાલા દેવી ટીમની કેપ્ટન હતી. બાલાદેવીએ ભારતીય વિમેન્સ ફૂટબોલમાં ૮૦ ગેમમાં ૬૫ ગોલ કર્યા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34RhruX
Previous
Next Post »