* ફાટેડી એડી પર રાતના સૂતા પહેલા પેટ્રોલિયમ જેલીમાં કોપરેલ ભેળવી મસાજ કરવુ સવારે પાણીથી ધોઇ નાખવું રાહત થાય છે.
* દહીંનું સેવન નિયમિત કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
* દહીંમાં અજમો ભેળવીને ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.
* દહીંમાં પાચન શક્તિ વધારવાની ક્ષમતા છે. દહીમાં કેલશિયમ પ્રચુર માત્રામાં હોવાથી રોજ ખાવાથી પેટની સામાન્ય બીમારીઓમાં રાહત થાય છે.
* દહીંનું નિયમિત સેવન શરદી અને શ્વાસનળીમાં થનારા ઇન્ફેકશનથી બચાવે છે.
* અલ્સર જેવી બીમારીમાં દહીંનું સેવન વિશેષ લાભ આપે છે.
* પગની એડીમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં વીસ-વીસ સેંકડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી. દસ-પંદર દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થશે.
* ભાત બળી જાય તો જે વાસણમાં ભાત રાંધ્યા હોય એ વાસણની ઉપર પાઉંનો એક ટૂકડો મૂકી વાસણને ઢાંકી દો. ભાત પીરસતા પહેલા આ ટૂકડો કાઢી નાખો. બળેલા ભાતની વાસ પાઉંનો આ ટૂકડો શોષી લેશે.
* ફ્લાવરના ડાળખા કાઢી તેના કટકા કરી તડકામાં સૂકવી દઈ, હવા ચુસ્ત ડબ્બામાં ભરી દેવા લાંબા સમય સુધી બગડશે નહીં.
* આ રીતે ગાજર, મૂળાને લાંબી ચીરીઓ કરી સૂકવી દઈ શકાય. આ શાક લાંબા સમય સુધી બગડતું નથી તેથી મન થાય ત્યારે બનાવી શકાય છે.
* ચમચી મેથીના દાણા હુંફાળા પાણી સાથે દિવસમાં ત્રણ વખત ફાકી જાવ ફાયદો થશે.
* મુખમાંના છાલા પર દહીંના કોગળા કરવાથી છાલામાં રાહત થાય છે.
* સંભાર કે રસમમાં મીઠું વધારે પડી જાય તો ભાતને મસળી ભેળવી દેવા. વધારાનું મીઠું શોષી લેશે.
* થાકેલા પગને આરામ આપવા હુંફાળા પાણીમાં મીઠું ભેળવી પગ બોળવા.
* સેલોટેપનો છેડો ન મળતો હોય તો તેને થોડીવાર રેફ્રિજરેટરમાં રાખી દેવું.
- મીનાક્ષી તિવારી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mVLSWX
ConversionConversion EmoticonEmoticon