ડી-કેક એકસ્ટ્રેકશન પ્લાન્ટ વિશે જાણકારી


ડી-કેક એટલે શું ?

ડી-કેક એટલે તેલિબિયાને ક્રશિંગ મશીન વડે ક્રશ કરી તેલ કાઢી લીધા પછીનો જે વધેલ સોલિડ પદાર્થ હોય છે તેને ડી-કેક (ખોળ) કહેવાય છે. ડી-કેક એટલે આમ તો રસકસ વગરનો પદાર્થ હોય છે. આ ડી-કેકમાં ક્રશિંગ બાદ લગભગ આઠ ટકા જેટલું ઓઇલ હોય છે. આ રીતે રહી ગયેલાતેલને એ કસ્ટ્રેકસન પ્લાન્ટ દ્વારા ડી-કેકમાં બહાર કાઢી લેવામાં આવે છે. અને જે પદાર્થ વધે છે તેને ડી-કેક કહેવામાં આવે છે. આ ડી-કેક એક બાયો પ્રોડક્ટસ છે તેનો ઉપયોગ પશુ આહાર તરીકે થાય છે.

એકસ્ટ્રેક્ટસન પ્લાન્ટ એટલે શું ?

એકસ્ટ્રેકટસન પ્લાન્ટ એટલે કોઇપણ પદાર્થમાંથી ખેંચી લીધેલું પ્રવાહી, જેવું કે અર્ક, રસ, સત્વ, નિષ્કર્ય વગેરે. આ એકસ્ટ્રેકટસન પ્લાન્ટને સોલવન્ટ પ્લાન્ટ પણ કહેવાય છે. કારણ કે સોલવન્ટની મદદ વડે ઘન પદાર્થમાં રહેલ પ્રવાહીને જુદુ પાડીદે તેને સોલવન્ટ પ્લાન્ટ કહેવાય છે.

આ પ્રકારે ડી-કેકને ફુડગ્રેડ હેકઝીન સોલવન્ટની મદદથી ડી-કેક (ખોળ)માં રહેલ આઠ ટકા જેટલું તેલ કાઢી લેવામાં આવે છે. અને બાકી જે ઘન પદાર્થ વધે છે તેને ડી-કેક કહેવાય છે. આ ડી-કેકને બાયો પ્રોડક્ટસ તરીકે વર્ણવામાં આવે છે. જે એક પ્રોટિન હોય છે.

બાયો પ્રોડક્ટસ એટલે શું ?

બાયો પ્રોડ્કટસ એટલે બાયો કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી એટલે નિર્જીવ પદાર્થમાં જીવ ઉત્પન્ન કરવો. બાયો કેમિસ્ટ્રીના સિધ્ધાંત પ્રમાણે કોઈપણ ખાદ્ય પદાર્થને પાણી લાગવાથી થોડા સમય બાદ તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જે ખોરાક અને પાણીના સહારે તેની વૃધ્ધિ થતી જાય છે. આ રીતે ઉત્પન્ન થતા બેક્ટેરિયાને બાયો કેમિસ્ટ્રી કહેવાય છે.

આજે આ પ્રકારના બાયો-પ્રોજેક્ટ આપણા ભારતમાં પણ આવી ચૂક્યા છે. જેમાં એન્ઝાઈમ (બેક્ટેરિયા), અર્થવર્મ (અળસિયા), જેવા વર્ગીકલ્ચર પ્રોજેક્ટોની સવારી ભારતમાં આવી ચૂકી છે. એન્ઝાઈમ આજે માનવ જાતી માટે એક અગત્યનું આવરણ બની ગયેલ છે.

ઍન્ઝાઈમનો ઉપયોગ દરેક ઔદ્યોગિક એકમોમાં બહોળા પ્રમાણમાં થઇ રહ્યો છે. એન્ઝાઇમ મેડિસીન, ફુડ, બ્રેવરીજ, બેકરી, લેધર, ટેક્સ્ટાઇલ, ક્લીનિંગ પ્રોડક્ટસ જેવા અનેક ઉદ્યોગોમાં છવાઈ ગયેલ છે.

અર્થવર્મ ઃ (અળસિયા), આ અર્થવર્મને ખેતીની માટી સાથે ભેળવવામાં આવે છે. સાથે છાણ, સૂકા પાંદડા વગેરે ખોરાક તરીકે ઉમેરાય છે. જેથી અળસિયા આ માટીમાં ખાય-પીને નવી પ્રજા (નવા અળસિયા ઉત્પન્ન કરવાના કામમાં લાગી જાય છે)

વર્મી કમ્પોસ્ટ ઃ (અળસિયા કમ્પોસ્ટ) આ વર્મીકમ્પોસ્ટને માટીમાં થોડા પ્રમાણમાં ભેળવવામાં આવે છે. જે માટીમાં ભળી ગયા પછી આ વર્મીકમ્પોસ્ટ અનેક ગણા અળસિયા ઉત્પન્ન કરે છે. સાથે માટીને સખત થતી અટકાવે છે. કારણ કે અળસિયા માટીમાં આમ-તેમ ફર્યા કરે છે. જેના કારણે માટી ગંઠાતી અટકે છે. જેથી મૂળીયાને તાજી હવા, પાણી, પોષણ વગેરે આરામથી મળ્યા કરે છે.

રાસાયણિત ખાતર કરતા આ પ્રકારના ખાતરથી પેદા થતાં અનાજમાં ઘણી જ મિઠાસ આવે છે. આ દેશી ખાતરથી ખેતિવાડીમાં પણ ક્રાંતિકારી ફેરફારો આવે તે અનિવાર્ય છે. ડી-કેક પણ એક ઉત્તમ ખાતર ગણી શકાય. જે પશ્ચિમના દેશોમાં આપણે ત્યાંથી જ જાય છે. તેના કારણે એક્સપોર્ટ પ્રમોશન પણ ખૂબ જ મોટું થઇ શકે તેમ છે.

આ રીતના સોલવન્ટ એકસ્ટ્રેકશન પ્લાન્ટમાં પ્રોડક્ટસના નેચર પ્રમાણે બીજા સોલવન્ટનો ઉપયોગ કરી શકાય છે. તેમાં હેકઝીન, એસિટોન, આઈસો પ્રોપાઇલ આલકોહોલ, ઝાઈલીન, લીક્વીડ સલ્ફર ટ્રાયોકસાઇડ, ટ્રેટ બુટાઈલ ફોસફેટ જેવા રસાયણો વાપરી સોલવન્ટ એકસ્ટ્રેક્ટ કરી શકાય છે.

ડી-કેક પ્રોજેક્ટ આપણે ત્યાં ઘણા છે. પરંતુ દરેક પ્રોજેક્ટ પશ્ચિમના દેશો પર આધારિત છે. કારણ કે તેની આપણે ત્યાં માંગ ઘણી જ ઓછી છે. આ પ્રકારના ડી-કેકની માંગ વધવી જરૂરી છે. તેના કારણે ખેત પેદાશો પણ વધી શકે તેમ છે.

લાઇસન્સ : ધ લાઈસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37P0CTf
Previous
Next Post »