ઝીરોની શોધ ક્યારે થઈ હતી ?


સં ખ્યા લખવામાં શૂન્ય ન હોય તો શું થાય ? આ કલ્પનાથી શૂન્ય કે ઝીરોનું મહત્વ સમજાઈ જાય. ઝીરો એટલે ભલે કશું જ નહીં પણ આંકડાની પાછળ લાગે  એટલે તેની કિંમત સમજાય, લિપિ અને અંકોની શોધ થયા પછી ગણિતશાસ્ત્ર, ભૂમિતિ અને વિજ્ઞાાનના સંશોધનોને સરળતાથી વેગ મળ્યો. અંકો નહોતા ત્યારે રોમન પધ્ધતિમાં સંખ્યા લખાતી. તેમાં 'ઠ' એટલે ૧૦, 'ષ્ઠ' એટલે ૧૦૦ અને 'દ્બ' એટલે ૧૦૦૦  ગણાતા. એકડા માટે 'ૈ' અને પાંચ માટે 'દૃ' લખાતાં. ૫૦ લખવા હોય તો  'ન્' એ ૫૦૦ માટે 'ડ્ઢ.' ઘણી ઘડિયાળના ચંદામાં રોમન આંક જોવા મળે છે. આ બધી કડાકૂટથી બચવા ભારતમાં 'શૂન્ય' ની શોધ થઈ અને ૯મી સદીમાં આરબો દ્વારા 'ઝીરો'ની શોધ સમગ્ર વિશ્વમાં પહોચી. જો કે ભારતમાં ૧ થી ૯ અંક લખવાની પ્રથા અગાઉથી જ હતી. પરંતુ શુન્યની શોધ પછી વિજ્ઞાાન, ઉદ્યોગો અને અંકશાસ્ત્રને ઘણો વેગ મળ્યો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30fajat
Previous
Next Post »