વાનર, બિલાડી અને નોળિયાનું મિશ્રણ : ફોસા


ઘ ણા પ્રાણીઓની રચના વિજ્ઞાાનીઓને પણ મૂંઝવે તેવી હોય છે. આફ્રિકાના માડાગાસ્કરમાં ફોસા નામનું પ્રાણી પણ અજબગજબનું છે. તેના પગ બિલાડી જેવા, પૂંછડી વાનર જેવી અને મોંનો આકાર નોળિયા જેવો હોય છે. સામાન્ય બિલાડી જેવડા આ પ્રાણીના શરીર પર સોનેરી રંગની ઝાંયવાળી બ્રાઉન રૂંવાટી હોય છે. ફોસા વાનર જેટલું જ બુધ્ધિશાળી હોય છે. તે ઝડપથી ઝાડ ઉપર ચઢી શકે છે. ફોસા જમીન પર દર બનાવીને રહે છે. ફોસા માત્ર માડાગાસ્કરમાં જ જોવા મળે છે. ભયભીત થાય ત્યારે તે દુર્ગંધ ફેલાવી શિકારીને દૂર ભગાડે છે. દુર્ગંધ પેદા કરવા તેના શરીરમાં ખાસ ગ્રંથિ હોય છે. તે ૪ કિલોમીટર  સુધી ગંધ ફેલાવે છે.

ફોસા જાતજાતના વિચિત્ર અવાજો કાઢી શકે છે. ફોસા રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે. તે નાના પ્રાણીઓ અને વનસ્પતિ બંને જાતનો ખોરાક લે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Kyl3e1
Previous
Next Post »