પાનમાં વૃક્ષો માટે ખોરાક કેવી રીતે બને ?


વ નસ્પતિ સજીવ છે. તે ખોરાક અને પાણીથી મોટી થાય છે. વૃક્ષો, વેલા, છોડ, બધા જ મૂળિયા દ્વારા જમીનમાંથી પાણી તેમજ પ્રવાહી પોષક દ્વવ્યો શોષે પરંતુ તેનો મુખ્ય ખોરાક તેના પાંદડામાં તૈયાર થાય છે. નાળિયેરી કે કેળાના લાંબા પટ્ટા જેવા કદાવર પાન હોય કે આમલીના ઝીણા પાન હોય પણ ખોરાક બનાવવા માટે એકસરખી જ પ્રક્રિયા કરે.

શુગર અને સ્ટાર્ચ વનસ્પતિનો ખોરાક છે. આ ખોરાક પાનમાં તૈયાર થાય છે. પાનમાં સૂર્યપ્રકાશની હાજરીમાં ફોટો સિન્થેસિસ નામની રસાયણિક પ્રક્રિયા થાય છે. પાન ત્રણ પડનું બનેલું હોય છે. સૌથી ઊપલુ પડ પારદર્શક અને સુંવાળુ હોય છે તે રક્ષણ માટે છે. તેની નીચેના પડમાં બે ભાગ હોય છે. તેમાં વચ્ચે સ્પોન્જ જેવા કોષો હોય છે. 

પાનમાં લીલા રંગનું કલોરોફિલ નામનું દ્રવ્ય હોય છે. કલોરોફિલ ઉપર સૂર્યપ્રકાશ પડે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ મૂળ દ્વારા મેળવેલા પાણી અને પોષક દ્રવ્યોનું સ્ટાર્ચ અને શુગરમાં રૂપાંતર થાય છે. સૂર્યપ્રકાશમાંથી તે શક્તિ મેળવે છે. અને કાર્બનડાયોક્સાઈડ છુટો પાડે છે. પાનમાં બનેલો ખોરાક ફુલ અને ફળ સ્વરૂપે વિકસે છે. આથી વનસ્પતિ પોતાના માટે જ નહીં પણ પ્રાણીઓ અને વનસ્પતિ માટે પણ ખોરાક બનાવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p3E6Mg
Previous
Next Post »