શિયાળામાં ગુણકારી ગોળ .


સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઘણા ખાદ્ય પદાર્થોનું સેવન નિયમિત કરવું જોઇએ. ઘણા લોકોને ભોજન પછી મીઠાઇ ખાવાની આદત હોય છે. જેથી પાચનક્રિયા વ્યવસ્થિત કામ કરે. આ ખાદ્ય પદાર્થોમાં ગોળનું નામ પણ સામેલ છે. 

ગોળને વિવિધ રીતે સેવન કરવાથી સ્વાસ્થય માટે ફાયદાકારક છે. ખાસ કરીને શિયાળામાં ગોળ ખાવાની સલાહ આપવામા ંઆવતી હોય છે. 

વધુ પડતી ઠંડીથી રક્ષણ આપે છે

ભારતમાં વધુ પડતી ઠંડી પડવાથી લોકોના મૃત્યુ થતા જાણવા મળ્યું છે. ગોળની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ગોળનું સેવન  શરીરમાંના તાપમાનને જાળવી રાખે છે, તેમજ ગરમી ઉત્પન કરે છે. 

શ્વસનતંત્રની કાર્યપ્રણાલી સુધારે છે

ઘણા વિજ્ઞાાનિકોએ આ વાતની પુષ્ટિ કરી છે કે ગોળનું સેવન કરવાથી શ્વસનતંત્રની કાર્યપ્રણાલીમાં સુધારો થાય છે. ખાસ કરીને શિયાળામાં વધુ પડતી ઠંડીને કારણે નાક બંધ થઇ જતું હોય તો ગોળનું સેવન કરવું.

શરદી-ઉધરસમાં ફાયદાકારક

ઠંડી ઋતુમાં  શરદી-ઊધરસની તકલીફ વધી જતી હોય છે. તેથી ગોળનું સેવન આ મોસમમાં લાભદાયક રહ્યું છે. 

હાડકા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. 

જે લોકોને કોઇ દુર્ઘટનમાં માર લાગ્યો હોય તેમને શિયાળામાં શરીરના એ હિસ્સા પર દુખાવો થતો હોય છે. સાંધાના દુખાવામાં પણ ગોળનું સેવન દર્દ નિવારક તરીકે છે. 

વજન ઘટાડે 

વજન ઘટાડવા માટે ગોશને પાણી સાથે સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણા જાણીતા ડાયટેશિયન પણ આવી સલાહ આપતા હોય છે. વધુ પડતા મેદસ્વી લોકોએ પોતાના શરીર પરથી ચરબી ઉતારવા માટે નિયમિત રીતે ગોળનું પાણી સાથેસેવન કરવું જોઇએ. 

પાચનક્રિયા વ્યવસ્થિત રીતે થાય છે

ખોરાક બરાબર પચતો ન હોય તો પેટની વિવિધ બીમારીઓના સપાટામાં આવી શકાય છે. એક સંશોધન અનુસાર,ગોળમાં ફાઇબરની માત્રા સારા પ્રમાણમાં હોય છે. ફાઇબર એક એવું પોષક તત્વ છે જે મુખ્ય રીતે પાચન ક્રિયાને વ્યવસ્થિત ચલાવા માટે  સહાયક છે. ગોળ પોષક તત્વોની પૂર્તિ કરીને પાચન ક્રિયાને વ્યવસ્થિત રીતે કાર્યરત રાખે છે. 

હેમોગ્લોબિન વધારે છે

રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો ગોળનુ ંસેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભાવસ્થામાં પણે જે માતાઓને ગોળનું સેવન ફાવતું હોય તેમણે અવશ્ય કરવું જોઇએ. ગોળમાં આયર્નની માત્રા વધુ હોવાની રક્તમાં હેમોગ્લોબિનના પ્રમાણને જાળવી રાખે છે. જોકે ગોળની તાસીર ગરમ હોવાથી ગર્ભવતીને પહેલા ત્રણ માસમાં ગોળ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. 

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યૂન સિસ્ટમને  સુધારવા માટે ગોળ લાભકારી છે. ગોળમાં સમાયેલા જિંક અને વિટામિન સી રોહ પ્રતિરોધક ક્ષમતાને સુધારે છે તેમજ સહાયક છે. 

હાઇ બ્લડપ્રેશર ઓછું કરે છે

હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો ગોળનું સેવન કરે તો રાહત થાય છે. ગોળમાં સમાયેલ પોટેશિયમની માત્રા હાઇપરટેન્શનની સમસ્યાનું નિવારણ કરે છે. તેમજ બ્લડપ્રેશરને સંતુલિત રાખે છે. આ ઉપરાંત સ્ટ્રોક,ઓસ્ટિયોપોરોસિસ અને કિડની સ્ટોનની તકલીફમાં પણ ગોળ ફાયદાકારક છે. 

લિવરને સાફ રાખે છે

લિવરની ક્લિનિંગ જરૂરી છે, નહીં તો અલ્સર અને અન્ય ઇન્ફેકશનની શક્યતા રહે છે. ગોળમાં સમાયેલા ડિટ્સોકિસ ગુણ ટોક્સિક પદાર્થોને લિવરમાંથી બહાર ફેંકવાનું કાર્ય કરે છે. ગોળને પાણીમાં ઉકાળીને પણ સેવન કરી શકાય છે. 

ગોળ ખાવાના નુકસાન

વધુ પડતા ગોળનું સેવન શરીર માટે હાનિકારક સાબિત થાય છે. તેનાથી શુગર, મેદસ્વીપણું અને ટાઇ ટુ ડાયાબિટિઝની સમસ્યા વધી શકે છે. તેથી ગોળનું સેવન સંતુલન રીતે કરવું.  સામાન્ય રીતે એક મધ્યમ ટુકડી ગોળની ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. 

- મીનાક્ષી     



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WhyYrm
Previous
Next Post »