- ચોખાના ધોવણમાં (ચોખા ધોયેલ પાણી)જાયફળ ઘસીને મોઢા પર લગાડવાથી યુવાવસ્થામાં થતાં ખીલથી રાહત થાય છે.
- આંબળાનું ચુરણ એક પૈસાભાર ગાયના દૂધ સાથે લેવાથી સાદ બેસી ગયો હોય તો ઉઘઢે છે. કંઠ-સ્વર સારો બને છે.
- દાડમની છાલને સુકવીને રાખવી. સૂકી ઉધરસમાં છાલ મોઢામાં ચગળવાથી રાહત થાય છે.
- લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી લીલો રંગ જળવાઇ રહે છે.
- ઘઉંના લોટમાં સકરિયાનો લોટ ભેળવીને રોટલી ખાવાથી વજન વધે છે.
- કાંદાનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે.
- લીલા મરચાને તાજા રાખવા મરચાંને કાગળની થેલીમાં રાખી થેલી બંધ કરવી પરંતુ થેલીના ઉપરના ભાગ પર નાનું કાણું રાખવું અને આ થેલી રેફ્રિજરેટરમાં મૂકવી.
- કેક કાપતી વખતે ચાકુને સહેજ ભીનું કરવાથી કેક સરળતાથી કપાય છે.
- રાઇના તેલ સાથે કાંદાનો રસ ભેળવીને માલીસ કરવાથી સંધિવાના દુખાવામાં રાહત થાય છે.
- ટમેટાના રસમાં હીંગનો વઘાર કરી પીવાથી કરમિયાથી છુટકારો મળેે છે.
- નારંગીની છાલ ચહેરા પર ઘસવાથી ખીલ મટે છે.
- રાઇને દહીંમા વાટીને ખરજવા પર ચોપડવાથી રાહત થાય છે.
- તુલસીના પાન ચાવવાથી મોની દુર્ગંધ દૂર થાય છે.
- ચાકુને ગેસ પર તપાવીને બ્રેડ કાપવાથી સરળતાથી બરોબર કપાશે.
- મધ અને પાણીના કોગળા કરવાથી મુખમાંના ચાંદામાં રાહત થાય છે અને મોઢું સ્વચ્છ થાય છે.
- રાતના સૂતી વખતે લીંબુનો રસ લગાવવો. સવારે ઊઠીને ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવાથી વાન નિખરે છે. તેમાં ગ્લિસરીન પણ ભેળવી શકાય.
- ખાધા પછી પેટ ભારે થઇ જાય તો એલચીના ચાર-પાંચ દાણા ચાવીને ઉપરથી લીંબુનું પાણી પીવું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KpABka
ConversionConversion EmoticonEmoticon