લગ્નગાળો શરૂ થઇ ગયો છે. કોરોના મહામારીમાં ગાઇડલાઇન્સનું પાલન કરીને લગ્ન થઇ રહ્યા છે.લગ્નના દિવસો પહેલા ખરીદી અને અન્ય કામકાજ નિપાટવાના કારણે ચહેરા પર સ્પષ્ટ રીતે થાક વર્તાતો હોય છે. બ્રાઇડલ મેકઅપ તો એક જ દિવસ મદદ કરતો હોય છે. પરંતુ ત્વચાને ખૂબસૂરત બનાવા માટે થોડા ઘરગથ્થુ ઉપા. અજમાવાથી ચહેરાની રોનક વધારી શકાય છે.
ગ્રીન ટી પેક
ગ્રીન ટીની એક બેગ એક ચમચો મધ અને ચપટી ગળદર લેવા. જોકે ગ્રીન ટીની બેગને ઉપયોગમાં લીધા પછી બેગ ખોલી નાખવી. હવે એમાં મધ અને હળદર ભેળવી પેસ્ટ બનાવી. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડવી. ધીરે ધીરે હળવા હાથે રગડવી. ત્યાર પછી ૧૫-૨૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાડવું.
આ ત્રણેય સામગ્રીઓ એન્ટીઓક્સિડન્ટસથી ભરપુર છે. જે રોમ છિદ્રો સાફ કરે છે અન ેબ્લેકહેડ્સને થતા રોકે છે.
દહીં-ચણાના લોટનો પેક
એક મોટો ચમચો ચણાનો લોટ, અડધો ચમચો દહીં, ગુલાબજળના થોડા ટીપાં અને ચપટી હળદર ભેલવી પેસ્ટ બનાવવી. ચહેરા, ગરદન અને હાથ-પગ પર આ પેસ્ટ લગાડવી. સુકાઇ જાય પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું.
આ પેક ટેન ત્વચા ધરાવતી મહિલાઓ માટે વધુ ઉપયોગી છે. દહીં અન ેચણાનો લોટ તડકાથી બળી ગયેલી ત્વચાની ચમક વધારે છે.
ટામેટા ફુદીનાનો પેક
એક ટામેટાનો ગર, અડધો ચમચો મધ અને એક ચમચો ફુદીનાનો રસ ભેળવી પેસ્ટ બનાવવી. તેને ટેનિંગ ત્વચા પર લગાડી ૧૫ મિનીટ રહીને ધોઇ નાખવું.
ફુદીનાના રસથી ત્વચાને તાજગી પ્રદાન થાય છે. તેમજ ટામેટાનો ગર ત્વચાની ટેનિંગ દૂર કરે છે અને વાન નિખારે છે. આ પેકને અઠવાડિયામાં એક વખત લગાડી શકાય છે.
ચંદન અને હળદરનો પેક
એક મોટો ચમચો ચંદન પાવડર, ચપટી હળદર અને ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવવી. આ મિશ્રણને ચહેરા અન ેગરદન પર લગાડવું અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું.
આ પેક ખાસ કરીને તૈલીય ત્વચા માટે ઉપયોગી છે. તેમજ જેમને બહુ પરસેવો વળતો હોય તેમણે પણ આ પેકને અઠવાડિયામાં એક વખત લગાવું. આ પેક કુદરતી રીતે જ ત્વચા પરના તેલને નિયંત્રિત કરે છે.
એલોવેરા અને લીંબુનો પેક
એક મોટો ચમચો એલોવેરા જેલ, એક ચપટી હળદર અને એક ચમચો લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવવી. તેને ચહેરા પર લગાડી સુકાઇ જાય પછી ધોઇ નાખવું. જો ઠંડક જોઇતી હોય તો ફ્રિજમાં રાખીને લગાડવું.
એલોવેરા જેલ માસ્ક સંવેદનશીલ ત્વચા માટે ઉપયોગી છે. તે બળતરાને શાંત કરે છે. જો ત્વચા વધુ પડતી સંવેદનશીલ હોય તો લીંબુન ોરસ ભેળવવો નહીં.
કોફી તથા બેસન પેક
એક મોટો ચમચો સાકર, એક મોટો ચમચો કોફી પાવડર, એક નાનો ચમચો ચણાનો લોટ અને પેસ્ટ બનાવા માટે જોઇતું દૂધ લઇ ઘટ્ટ પેસ્ટ બનાવવી. પેસ્ટ બનાવતી વખતે ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવું.પેરને ચહેરા, હાથ-પગ પર લગાડવું અને હળવે હાથે રગડવું. સુકાઇ જાય પછી ધોઇ નાખવું.
કોફી મૃત કોસિકાઓને દૂર કરે છે અને ખુલેલા રોમ છિદ્રોને બંધ કરવામાં મદદ કરે છે.
આઁખને ન કરશો નજરઅંદાજ
ચહેરા ઉપરાંત આંખ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આંખની નીચેના કાળા કુંડાળાથી છુટકારો પામવા માટે -
ખીરાની સ્લાઇસને ૧૫-૨૦ મિનિટ પર આંખ પર રાખવી. આ કાળા કુંડાળાને આછા કરે છે.
બટાટાના પૈતા કરી તેને આંખની નીચેની ત્વચા પર હળવેથી રગડવું. ઉપરાંત બટાટાનો રસ કાઢી તેમાં કોટન પેડ નીચોવી લગભગ ૧૦ મિનીટ આંખ પર રાખવું અને પછી હુંફાળા પાણીથી આંખ ધોઇ નાખવી.
- સુરેખા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34d86gA
ConversionConversion EmoticonEmoticon