'સ ર્વ ચવેણું કાળનું'- એવા કાળના સ્વરૂપનું વર્ણન કરતાં ચિંતકો કહે છે.
વીતેલા પળને નજર સામે રાખીને, આવતી પળનો વિચાર કરનાર માણસ કયારેય ઠોકર ખાતો નથી.
આપણે કહીએ છીએ- સમય ચાલ્યો ગયો પરંતુ ખોટી વાત છે. સમય તો રહે છે, આપણે પસાર થઈ જઈએ છીએ.
સંપત્તિ, સત્તા અને શરીરને કાળ વાપરે તે પહેલાં તમે તેને સન્માર્ગે વાપરી દો.
સમયની રેતી પર આપણાં પગલાંની લિપિ આંકી જવી હોય તો સમયને ઝડપી લઈ કશુંક સિદ્ધ કરવું જોઈએ.
જે સારું કે ખરાબ છે તે ખરેખર કેટલું સારું કે ખરાબ છે એ તો કંઈ જાણી શકાતું નથી. સારું કે ખરાબ એ તો અમુક સમય આવતાં સ્વયં નક્કી થાય છે.
ઋગ્વેદમાં ઋષિઓએ કહ્યું છે કે'હે મનુષ્યો ! તમે પોતાના કર્તવ્યની ઉપેક્ષા કર્યા વગર, ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે દેવોના નિયમો અને કાળની મર્યાદાનું પાલન કરો. જેની ગતિ નથી તીવ્ર કે મંદ એવું કાળચક્ર આ જગતમાં અનવરત ફરતું રહે છે. જે મનુષ્ય એની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તે કાળના હાથે દંડ પામે છે અને જે એની મર્યાદાનું પાલન કરે છે તે લાભાન્વિત બને છે. અલબત્ત, કાળનું તો એવું જ. જે સમય પસાર થઈ ગયો તે પુનઃ પાછો આવતો નથી. સમય ઘણો જ બળવાન છે. એમ જાણી મહાપુરુષો, સંતો અને સજ્જનો હંમેશાં તેનો સદુપયોગ કરે છે. અને સુખ શાંતિ પ્રાપ્ત કરે છે.
સમયની બાબતમાં- કાલ કર સો આજ કર, આજ કર સો અબ' ની દૃષ્ટિ અપનાવવી ખૂબ જરૂરી છે. કાલ કોણે જોઈ છે ? એ તો સતત આપણને વર્તમાનના રૂપમાં જ જોવા મળે છે. એટલે જે વર્તમાનનો લાભ ઉઠાવે છે તેને સમયનાં અનુદાનો પ્રાપ્ત થાય છે. અને હા, માનવીને અહીં નિરંતર સફળતા મળતી નથી. એટલે ક્યારેક વિપરીત સમય આવે ત્યારે માણસે પોતાની વિવેકદૃષ્ટિનો ઉપયોગ કરી, યથોચિત સંયમ કેળવીને ખૂબ શાંતિપૂર્વક આવેલો સમય પસાર કરી લેવો જોઈએ. અને જ્યારે પોતાનો સમય આવે ત્યારે તેણે પ્રહાર કરવાનું ચૂકવું ન જોઈએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o88TaQ
ConversionConversion EmoticonEmoticon