'પરમાર્થ કાર્ય પરમાત્માના દર્શન કરાવે'


જી વનમાં આધ્યાત્મિક, ધાર્મિક વિધિ વિદ્યાન માટે  મનુષ્યનો અવતાર મળ્યો છે. જીવનને સાર્થક કરવા કાજે જીવનને સજાવવા પ્રગતિ, સમૃધ્ધિ , સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતો મનુષ્ય જ્યારે સફળતા, સિધ્ધિ હાસિલ થાય છે, ત્યારે તેનું જીવન ધન્યતાની લાગણી અનુભવે છે. આધ્યાત્મિક કે ધાર્મિક કાર્યો માનવતા સભર કાર્યો, સુપાત્ર ગરીબ વર્ગને આર્થિક મદદગારી કે સહાય પોતાના સ્વભાવ પ્રમાણે ઉદાર હાથે ઉમદા કાર્ય અર્થે લંબાય છે. ત્યારે પરમાત્માની કૃપા દૃષ્ટિ જેતે યોધ્ધા કે યજમાનને મળે છે.

જગતમાં કેટલાંયે માનવ સમુદાય એવા છે કે જેને વસ્તુ કે વિતની આશા કે અરમાન હોય છે. જે માનવ-માનવ વચ્ચેના વિનિમય કે આપ લે દ્વારા આધ્યાત્મિકતા ભરી સાંકળ રચાય છે. જેના દ્વારા આશીર્વાદની સરવાણીનો સ્તોત્ર વહેતો હોય છે. સામાજીક માહોલ કે માનવ સમુદાયમાં અભાવગ્રસ્ત કે જરૂરિયાત ભર્યા ઝરુખો સ્થાપિત થતો હોય છે, જેના માધ્યમ થકી ગરીબાઈમાં રીબાતા માનવ સમુદાય અન્ય રીતે મદદગારી કર્યાનું કર્મ, પરમાર્થી કર્મ પરમાત્માના દર્શન કરાવે છે. ઐશ્વર્ય પ્રેરણાત્મક બળ જીવનને મળતું હોય છે.

પરમાર્થી કાર્યો કરવાથી જીવનમાં પરસ્પરના જીવનપ્રત્યે આનંદ ઉત્સાહમાં જીવન ઉદિત થતું હોય છે. માત્ર સ્વાર્થ કાજેનાં કાર્યો કરવામાં પરમાત્મા નારાજ થાય છે. સાઈબાબાના ધામમાં ગરીબ, સાધુ સંત ફકીરની સેવા કરવાનો મહિમા છે. જે ખુદ સાઈબાબા એ ગરીબ સાધુને મદદગાર થવાને હિમાયત કરી છે જે સારા જગતને પરમાર્થી કાર્ય કરવાનો સંદેશ છે. પરમાત્માનો વાસ ગરીબમાં રહેલો છે. તેના અંતઃકરણ ભર્યા આશીર્વાદ ભર્યા શબ્દો થકી જીવનમાં ઉજાસ પથરાતો હોય છે. આપણાથી વાણી, વર્તનથી દુઃખ, ગ્લાનિ કે અણછાજતું  વર્તન ન થાય તે જોવું જોઈએ.

આદર્શ સંસ્કારો, વિનય વિવેક દ્વારા મારે શું કરવાનંિ છે ? મારે કઈ દિશાએ જવાનું છે ? તે આપણામાં રહેલા ભાવિક સ્વભાવે ભાવુક બન્યાની લાગણી કે લગાવ રહેતી હોય છે.' સાંઈ ઇતના દિઝીયે, મૈં ભૂખા ન રહું, સાધુ સંત ભી ભૂખા ન જાય.' આપણા દ્વારે આવેલ કોઈ આંગતૂક અભાવગ્રસ્ત  પીડાતો માણસને આપણા થકી યથાશક્તિ મુજબ સેવા -ચાકરી કે મદદ કરવાનો લ્હાવો લેવો જોઈએ. સઘળા ધર્મોનો સાર 'સર્વ ધર્મ એક સમાન... એમાં ફોલો'પ કરી લ્યો સન્માન.'

- પરેશ જે. પુરોહિત



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ml5zuS
Previous
Next Post »