જાણે તબીબી જગત વેન્ટિલેટર્સ પર આવી ગયું

- રશિયામાં 29 લાખ દર્દીઓ : ઓક્સિજનની ભારે માંગ

-જાપાન, તાઈવાન, ફિલિપાઇન્સમાં વાયરસનું આગમન

- વુહાનમાં દર્દીના આખરી શ્વાસ

- બ્રિટનમાં 21 લાખ કેસનો આંક થતાં કટોકટી જાહેર કરવી પડી

- ઇટાલી અને અમેરિકામાં દર્દીઓને ફૂટપાથ પર સારવાર અપાઈ

- હજારો ટેન્ટ ઉભા કરી અમેરિકા, ઈટાલી અને ફ્રાન્સમાં દર્દીઓને સારવાર

- ટર્કી બીજા વેવમાં સપડાતા બ્રિટનના દર્દીઓના આંકની નજીક 

- ઇટાલીના લોમ્બાર્ડી શહેરની હોસ્પિટલોમાં ૫ લાખ દર્દીઓ

- ફ્રાંસમાં 25 લાખ નાગરિકો સંક્રમિત : WHOની મદદ લેવાઈ

- બ્રાઝિલમાં 73 લાખ દર્દીઓ અને હોસ્પિટલોની કફોડી હાલત


ટે કનોલોજી અને શોધ સંશોધન ક્ષેત્રે જાણે બહુ મોટી સિધ્ધી મેળવી લીધી હોય તેવા કેફમાં માનવજગત અને વિશેષ કરીને પશ્ચિમ જગત રાચી રહ્યું હતું. નજર સામે દેખાતો શત્રુ કે સેના ગમે તેટલી તાકતવર હોય તો તેનો ખાતમો બોલાવવાના સંરક્ષણ શસ્ત્રો વિકસીત દેશો પાસે મોટા પ્રમાણમાં છે. પણ કોરોના વાયરસ તો અદ્રશ્ય શત્રુ નીકળ્યો. 

વિજ્ઞાાન અને ટેકનોક્રેટ્સ ્કે પછી વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ  કિટકથી માંડી ગ્રહોના સંશોધન-શિક્ષણની શાખાઓ પર કેન્દ્રીત રહ્યા છે પણ મહામારીના મેનેજમેન્ટ પરત્વે એ હદે લક્ષ્ય જ નથી અપાયુ.

કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતનું 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ' વિકસ્યુ છે પણ વાયરસનો વ્યાપ તેમાં પણ એક શહેર, રાજ્ય કે પ્રાંત સુધી જ હોય તેનાથી આગળ અભ્યાસક્રમની કલ્પના નહતી. આનું પરિણામ એ આવ્યું કે વિશ્વભરમાં કોરોના ફેલાવવા માંડયો તેમ વિજ્ઞાાન, સંશોધન, હોસ્પિટલ મેનેજમેન્ટની પુષ્કળ મર્યાદાઓ બહાર આવી.

કેસ એ હદે વધ્યા કે અમેરિકા, ઇટાલી, ફ્રાંસ, બ્રિટન, બ્રાઝિલ જેવા દેશો  પણ હેન્ડલ ન કરી શક્યા... અરે...વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ ઊંઘતું ઝડપાયું. વિકસીત દેશોના આવા હાલ થયા ત્યારે ત્રીજા વિશ્વના દેશોની હાલત તો કલ્પી જ ન શકાય તેવી દારુણ હતી. વુહાનથી શરૂ થયેલી કોરોનાની કાતિલ સફર હજુ પૂરી નથી થઈ.

કોરોના પીક પર હતો ત્યારે હોસ્પિટલોમાં બેડ નહીં હોઈ અમેરિકા, સહિતના દેશોમાં દર્દીઓને ફુટપાથ પર હરોળબંધ સારવાર આપવી પડી હતી. વિશ્વના જુદા જુદા દેશોની હોસ્પિટલોના બોર્ડના સ્ટાફ તમામ કોરોના વોરિયર્સને સલામ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mJAuNS
Previous
Next Post »