મૃતદેહના ઢગલા... મેદાનો કબ્રસ્તાનમાં ફેરવાયા

- બ્રાઝિલમાં 1,90,000થી વધુના મૃત્યુ થતા મેદાનમાં ખાડા પાડી દફનવિધિ

- કબ્રસ્તાનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

- બસ, રેલવે અને લોકર રૂમમાં મૃતદેહો મૂકવા પડયા

- ઇટાલીમાં પણ મોતનું તાંડવ

- અમેરિકામાં કન્ટેઇનરોમાં હજારો મૃતદેહ દફન સુધી વેઇટિંગ લિસ્ટમાં રહ્યા

- ફ્રાંસમાં કોફિનનો ધંધો તેજીમાં

- આના કરતાં તો 'મમી'ની જાળવણી સારી થાય

- નેપાળમાં સામૂહિક અગ્નિસંસ્કાર

- સારવાર શરુ થાય તે પહેલા જ મૃત્યુ

- બ્રિટનમાં મૃતદેહ માલ સામાનની જેમ ટ્રોલીમાં ફેરવાતા હતા


વિ શ્વમાં ૭.૮પ કરોડથી વધુ દર્દીઓ કોરોનાથી બીમાર પડયા અને ૧૮ લાખથી વધુના મૃત્યુ થયા. મૃતકોની રીતે ટોચના દસ દેશોની તો એવી હાલત થઇ કે મૃતકોનો દફન વિધિ માટે કબ્રસ્તાનોમાં જગા જ નહતી રહી આ માટે સરકારની  માલિકીના  જે મેદાનો અને ખેતરો હતા તેને કબ્રસ્તાનમાં ફેરવવા પડયા. જે રીતે પ્રવાસીઓના વેઇટિંગ લિસ્ટ હોય તેમ મૃતદેહોના દફન માટે પણ જેમ જેમ જગ્યા થતી જાય તેમ તેમ તેનો વારો આવતોહતો. આવી સ્થિતિ નિર્માણ પામતા મૃતદેહોને મુકી રાખવા માટે ટ્રક, કન્ટેઇનરો અને ખાલી રેલ્વેના કોચનો ઉપયોગ કરવો પડયો. કોફિનના ધંધામાં એ હદની તેજી આવી કે જેઓના અન્ય ધંધા બંધ થઇ ગયા તેઓએ કોફિનના ધંધામાં ઝંપલાવ્યું. મૃત્યુ સાથે, અંતિમ વિધી સાથે જોડાયેલી એજન્સીનું બજાર ધમધમતું થયું. મોટેભાગે મૃત્યુનો મલાજો પણ ન પળાયો. વિકસી ચૂકેલાં ધનાઢ્ય દેશોમાં પણ માનવવતા અને તબીબી જગત જાણે તેમની સંવેદના ગૂમાવી ચૂક્યું હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા તો બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ અને વોરિયર્સ સંવેદનાસભર નિડર બતાવતા વિશ્વ જીવવા લાયક છે તેવી પ્રતિતી કરાવતા હતા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37OFIUj
Previous
Next Post »