કોરોનાને લીધે એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝને 316 અબજ ડોલરનો ફટકો


કોરોનાએ ઇન્ટરનેશનલ એરલાઇન્સને ૩૧૬ અબજ ડોલરનો ફટકો પહોંચાડયો છે જે એપ્રિલ ૨૦૨૧ સુધીનું પ્રોજેક્શન જોઈએ તો ૩૯૧ અબજ ડોલર છે. કોરોનાને લીધે ૨.૮ અબજ પ્રવાસીઓને એરલાઇન્સે ગુમાવ્યા. આ તો માત્ર મુસાફરોની જ ખોટના આંકડા છે. આના કરતા પણ વધુ જંગી ખોટ માલ સામાનની હેરફેર કરતો કાર્ગો સર્વિસની છે. એરલાઇન્સે તેમના વિમાનો હેંગર પાર્ક કરી દેવા ૫ડયા. લાખો કર્મચારીઓએ નોકરી ગુમાવી. મોટા બોઈંગ પ્રકારના વિમાનોનું ઉત્પાદન જ ઓર્ડર બંધ થતા અટકાવી દેવાયું. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા પેસિફિક, બ્રિટિશ, જર્મન તમામ એરલાઇન્સ હજુ ૨૦૨૧માં પૂર્વવત બેઠી થાય તેમ લાગતું નથી. ડોમેસ્ટિક એરલાઇન્સની ખોટ આ આંકડાઓમાં સામેલ નથી. એરપોર્ટની લાઉન્જ, ગેટ, બધુ જ બિહામણું લાગતું હતું. ઓક્ટોબર પછી તેમજ જુદી જુદી સરકારોની સમજૂતિને આધીન નિયંત્રણ અને નિયમનો સાથે એરલાઇન્સ શરૂ થઈ છે. પણ નિયમિત ટ્રાફિકની ૩૦ ટકાથી પણ ઓછી અવરજવર છે. વિમાનના મુસાફરો પ્રોટેકશન શિલ્ડ અને પીપીઈ સાથે અજાણ્યા ગ્રહના માનવી લાગતા હોય છે. હા, કોરોના ઇમરજન્સી દર્દીની સારવાર માટે અન્ય શહેરમાં લઈ જતી સર્વિસ પ્રશંસનીય હતી.


રેલવે અને જાહેર માર્ગો ભેંકાર.. હવે ફરી પ્રવાસીઓનો સળવળાટ

વિ શ્વભરના શહેરોના પરિવહનની પ્રાણ સમાન લોકલ અને એક શહેરથી બીજા શહેર કે બીજા રાજ્યમાં લઈ જતી ટ્રેન સર્વિસ મહિનાઓ સુધી બંધ રહી. લંડનની લોકલ ટ્રેન (ટયુબ)ના આવા હાલ યુદ્ધ વખતે પણ નહતા. સ્ટેશનો રેલવે કોચ અને બસ પાર્ક થઈ જતા ભેંકાર લાગતા હતા. કેટલાંક કોચ તો હોસ્પિટલોમાં ફેરવાયા હતા. હવે મર્યાદિત સંખ્યામાં કોરોના ટેસ્ટિંગનું રિઝલ્ટ બતાવીને તેમજ બે પ્રવાસી વચ્ચે નિયત અંતર સાથે ફરી અનિવાર્ય જૂજ ટ્રેન, બસ સેવા શરૂ થઈ છે. ટ્રેન, બસને અને સ્ટેશનને સેનેટાઇઝ કરવામાં આવે છે. મુસાફરોનું સ્ક્રીનિંગ પણ થાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38EoXKy
Previous
Next Post »