રાજકુંવર.... .


રાજકુંવર છું તારો...

તોફાની છું તો ય કહે તું

'ડાહ્યો દિક્કો મારો !''

મા, હું રાજકુંવર છું તારો...

જરા ઉઠું જો મોડો

ત્યાં તું કરતી કૈં કકળાટ !

પડતાં મૂકી કામ બધાંયે,

લેકચર થાતું સ્ટાર્ટ !

વાત-વાતમાં કહ્યા કરે તું -

'રાખજે તારું ધ્યાન !'

ભૂલ પડે ત્યાં તરત પ્રેમથી

પકડે મારો કાન !

મીઠો લાગે વ્હાલી જેવો જ

કાયમ તારો ડારો !

મા, હું રાજકુંવર છું તારો...

કદી કહે તું રામ અને

ને કદી કહે ઘનશ્યામ !

વખાણ મારા કરવાં

એ તો તારું ગમતું કામ !

પળ-પળ તું ખરચાતી,

તારાં સુખ ભૂલી તમામ !

કહેતી તો પણ -

'કરજે રોશન પપ્પાજીનું નામ !'

મા ! તારો સંગાથ ખરેખર,

પરમેશ્વરથી પ્યારો !

મા, હું રાજકુંવર છું તારો...

- કિરીટ ગોસ્વામી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37uINZE
Previous
Next Post »