કુદરતમાં તળાવ, ઝરણાં, નદી, સરોવર
આ સઘળું મને લાગે અત્યંત મનોહર !
અહહહા !!... (૧)
વનમાં ઘાસ, છોડ, વૃક્ષ અને વનસ્પતિ
અરે ! આ તો જાણે રાષ્ટ્રપતિના પણ પતિ
અહહહા... (૨)
પ્રકૃતિમાં છે કીડીથી હાથીને જિરાફને હરણ
ક્યાંક છે લીલા અરણ્ય તો ક્યાંક સૂકાં રણ !
અહહહા...(૩)
કાળી-ધોળી જમીનથી સુંદર આકાશ
સમયને આ માટે આપો થોડો અવકાશ
અહહહા... (૪)
પ્રકૃતિના પ્રેમની કૃતિમાં વહે સ્નેહની ધારા
પ્રકૃતિ માતા: આપણે તેના સંતાન પ્યારા પ્યારા
અહહહા... (૫)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34nsJqw
ConversionConversion EmoticonEmoticon